આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી:વેરાવળમાં મેરેથોન દોડનું આયોજન કરાયું, નાયબ પોલીસ અઘિક્ષક સહિત 200 વિઘાર્થીઓએ દોડ લગાવી

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેરેથોન દોડ કરતા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ - Divya Bhaskar
મેરેથોન દોડ કરતા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ
  • મેરેથોન દોડ પૂર્ણ થયા બાદ તમામએ ચોપાટી ખાતે સફાઇ અભિયાન હાથ ધરી કચરો એકત્ર કર્યો

સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંર્તગત ક્લીન ઇન્ડીયા અને ફીટ ઇન્ડીયા અન્વયે જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં મેરેથોન દોડ યોજવામાં આવેલ તેમજ દોડવીરોએ ચોપાટી પર સફાઈ અભિયાન કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આજે સવારે વેરાવળ ચોપાટી ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશે ઝાટે મેરેથોન દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. દોડ ચોપાટી ખાતેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત ચોપાટી ખાતે પુર્ણ થઇ હતી. મેરેથોન દોડમાં નાયબ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશે ઝાટએ પણ સરકારી બોયઝ સ્કુલ, કે.કે.મોરી, સેન્ટ મેરી, ઇન્ડીયન રેયોન અને ક્રિકેટ ક્લબના 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે દોડ લગાવી હતી.

યોગ કરતા સ્પર્ધકો
યોગ કરતા સ્પર્ધકો

આ દોડ પુરી થયા બાદ ભાગ લીધેલ તમામ દોડવીર વિઘાથીઓએ ચોપાટી ખાતે સફાઇ અભિયાન પણ હાથ ધર્યું હતું. જેમાં મોટીમાત્રમાં કચરો વિણી એકત્ર કર્યો હતો. આ કાર્યક્રમમાં રમત-ગમત અધિકારી વિશાલ જોષી, યુવા વિકાસ અધિકારી મકવાણા, સીનીયર કોચ કાનજી ભાલીયા, વ્યાયામ સંધના અર્જુંન પરમાર સહિત આગેવાનો હાજર રહયા હતા. ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની પંતજલી યોગાસન સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં તાલુકાના 50 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અભિયાનમાં જિલ્લાની તમામ શાળાઓ, રમત-ગમત કન્વીનર શાળા-સંસ્થાઓ અને તમામ વ્યાયામ શાળાઓના મેદાનો-પરીસરોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...