• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Many Questions In The Murder Of Vadodara Dodia Leader Of Veraval, Application Letter Was Given To SP To Conduct An Impartial Inquiry.

રજૂઆત:વેરાવળના વડોદરા ડોડિયાના આગેવાનની હત્યામાં અનેક સવાલ, તટસ્થ તપાસ કરાવવા એસપીને આવેદન પત્ર અપાયુ

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા માટે વપરાયેલા પાવડા અને સારવારમાં લઇ જતા સમયે થયેલી ઘટના બાબતે તપાસ કરવા માંગ કરાઇ

વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામને અનુ.જાતીના અગ્રણી અને પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન ભીમભાઇ આમહેડાની હત્યાની યોગ્ય તપાસ કરવા સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વેરાવળ તાલુકાના વડોદરા (ડોડીયા) ગામમાં ગત તા.19ના રાત્રીના સમયે એક શખ્સ દ્વારા સરાજાહે૨ પાવડો લઈને ભરબજારે અનુ.જાતીના અગ્રણીની હત્યા કરી હતી. જેમાં આરોપી દ્વારા રાગદ્વેષ અને જાતિ માનસિકતા રાખી હત્યા કર્યાનું જણાવી આરોપી પાસે રાતના પાવડો ક્યાથી આવેલો તથા ભીમાભાઈને સ્થળ ઉપરથી દવાખાને લઈ જતાં હતા ત્યારે જોરદાર પથ્થરમારો થયેલો જે એક વ્યકિત ન કરી શકે. ભિમાભાઈના નાના ભાઈ પીઠાભાઇ આમહેડા હાલ ગામના સરપંચ હોય આરોપી તેમની હત્યા કરવા માંગતો હોય અને અંધારામાં ભીમાભાઈ ભોગ બનેલ હોય તેવું જણાય છે. આરોપી હત્યા પહેલા બીજા કોઇના ઘરે જમ્યા હતા તે પણ તપાસ કરવી જરૂરી છે.

વધુમાં હત્યા કર્યા બાદ આરોપી ખુદ કબૂલે છે કે, મે મારૂ કામ પૂરું કર્યું છે. આરોપી અને ભોગ બનનારના મોબાઈલ શોધખોળ કરી મોબાઇલ કોલ ડેટઈલ ચેક કરવી જોઇએ. વડોદરા ગામમાં દલિત પરિવારો રાજકીય ક્ષેત્રમાં અને આર્થિક રીતે પણ સક્ષમ હોય જે આરોપીને પસંદ ન હોય તે હત્યાનું કારણ હોય શકે.

દલિત અગ્રણીની જાહેરમાં હત્યા થતાં ગામમાં દલિત સમાજમાં ડરનો માહોલ પ્રવર્તેલ છે. હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે જેમાં દલિત અગ્રણી ભોગ બનનાર અને તેમના ભાઈ નડતરરૂપ થતાં હોય જે પણ હત્યાનું કારણ હોય શકે, જેથી ઉપરોક્ત તમામ બાબતે યોગ્ય તટસ્થ તપાસ કરાવવા અંતમાં માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...