તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ કહેર:અનેક ઘરોએ કમાનાર ગુમાવ્યા, મહિલાઓ ઉપર પરિવારનો બોજ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિના મોત બાદ સાસુ, સસરા, 3 સંતાનોની જવાબદારી પુત્રવધુ પર - Divya Bhaskar
પતિના મોત બાદ સાસુ, સસરા, 3 સંતાનોની જવાબદારી પુત્રવધુ પર
  • પરિસ્થિતીને સ્વિકારી મહિલાઓએ ઘરની જવાબદારી સંભાળી લીધી

કોરોનાએ કહેર વર્તાવ્યો છે મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા છે. તેમજ હજુ લોકો મૃત્યુને ભેટી રહ્યાં છે. સ્મશાનમાં પણ જગ્યા મળી ન હતી. કોરોનાનાં કારણે અનેક ઘરનાં ચુલાઓ બંધ થઇ ગયા છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર જિલ્લામાં અનેક ઘર એવા છે કે, જેમાં ઘરનાં મોભીનું મોત થયું છે. જેના કારણે ઘરની આર્થિક પરિસ્થિતી વિકટ બની રહી છે. એક માત્ર કમાનારનાં મોતથી મહિલાઓ ઉપર ઘરની સંપૂર્ણ જવાબદારી આવી ગઇ છે.

સસરાના મોત બાદ 7 મહિનામાં પતિનું પણ કોરોનાથી મોત, પુત્રવધુ શર્ટના બટન ટાંકી પરિવારનું ગુજરાન ચલાવે છે, સાસુ, 1 સંતાનની જવાબદારી નિભાવે છે, ઘરની લોનના હપ્તા પણ બાકી
કાળમુખા કોરોનાએ અનેક હસતા ખેલતા પરિવારમાં કાળો કલ્પાંત કરી દીધો છે. ગુજરાન ચલાવનાર પરિવારના મોભી જ કોરોનામાં કાળનો કોળીયો બની જતા હવે પરિવારના બાકી સભ્યોનું ગુજરાન ચલાવવાની જવાબદારી મહિલા પર આવી પડી છે. આવી જ કહાની છે જૂનાગઢના બ્રાહ્મણ પરિવારની. નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ જ્ઞાતિના જેન્તીભાઇ દવેનું કોરોનાના કારણે અવસાન થયું તેના 7 મહિનામાં પુત્ર હર્ષવર્ધન (હિરેન)નું પણ કોરોનાના કારણે મોત થયું છે. હવે હિરેનના પત્નિ ભાવનાબેન પર વૃદ્ધ સાસુ અને ધોરણ 7માં ભણતા પુત્રના ગુજરાનની જવાબદારી આવી પડી છે. પતિ ખાનગીમાં 9,000માં નોકરી કરતા એટલે સ્વાભાવિક જ છે કે કંઇ બચત થઇ ન હોય. ઉલ્ટાનું લોન પર મકાન લીધું હતું તેનો દરમહિને 4,000 નો હપ્તો પણ આવે છે. જયારે કોરોનાની સારવાર કરવા માટે સગા-સબંધી પાસેથી દોઢ લાખ રૂપિયાથી વધુ ઉછીનાં લીધા હતા તેનું પણ કર છે. ત્યારે હિંમત હાર્યા વિના અને કોઇની સામે હાથ ફેલાવ્યા વિના ભાવનાબેન હવે ઘરબેઠા શર્ટમાં બટન ટાંકવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વધુમાં ભાવનાબેને જણાવ્યું હતું કે, પરિવારની જવાબદારી નિભાવવામાં કોઇ જ કસર ન રહે તે માટે ઘેર-ઘેર ફરી કપડાનું વેંચાણ કરી આવક કરવામાં આવશે.

પતિ સાથે ઘરની ખુશીઓને પણ ગળી જતો કોરોના, પતિના મોત બાદ સાસુ, સસરા, 3 સંતાનોની જવાબદારી પુત્રવધુ પર, પરિવારના ગુજરાનની અગ્નિ પરીક્ષા પાસ કરવા મહિલા મક્કમ
પતિની સાથે ઘરની ખુશીને પણ કોરોના ગળી ગયો હોય હવે સાસુ, સસરા અને 3 દિકરીઓના ગુજરાનની જવાબદારી પુત્રવધુ પર આવી પડી છે. ત્યારે પરિવારના ગુજરાનની જવાબદારની અગ્નિ પરીક્ષા પણ પાસ કરવા પુત્રવધુ મક્કમ બન્યા છે. વાત છે માધુપુર ગામની. આ ગામની 35 વર્ષિય દિવ્યાબેન નામની મહિલાના 40 વર્ષિય પતિ ગોવિંદભાઇ વાજાનું કોરોનાથી મોત થયું છે. પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ હતા ગોવિંદભાઇ. તેમના મોતથી પરિવારે ગુજરાન ચલાવનાર મોભી ગૂમાવ્યો છે. ગોવિંદભાઇના પરિવારમાં પત્નિ દિવ્યાબેન, પિતા કરશનભાઇ, માતા વાલીબેન તેમજ પ્રિયંકા, ભાવિષા અને જાગૃત્તિ નામની 3 દિકરી છે. ગોવિંદભાઇનું કોરોનાથી મોત થતા હવે પત્નિ દિવ્યાબેન પર 3 સંતાનો અને સાસુ, સસરાના ગુજરાનની જવાબદારી આવી પડી છે. ત્યારે દિવ્યાબેને જણાવ્યું હતું કે, મારા પર પરિવારના 6 સભ્યોનું ગુજરાન ચલાવવાની જવાબદારીની અગ્નિ પરીક્ષા આવી છે પરંતુ તે પરીક્ષા હું ગમે તે ભોગે પાસ કરીશ જ. } તસવીર - પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...