તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવદયા પ્રેમીઓમાં અરેરાટી:નરસિંહ તળાવમાં અનેક માછલાના મોત, અગાઉ પણ ઓક્સિજનના અભાવે મોત થયા હતા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોત અટકાવવા તળાવમાં 50,000 લીટર પાણી નાંખવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની માંગ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવમાં ફરી એક સાથે મોટી સંખ્યામાં માછલા મરી જતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ દોશી અને જૈન સંઘના પૂર્વ મંત્રી હિતેષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, તળાવમાં મોટી સંખ્યામાં માછલા મરી જતા મનપાના કર્મીઓએ છોટા હાથી ભરીને માછલાના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

અગાઉ અનેક માછલાના મોત થતા ફિશરીઝ બોર્ડમાં પોસ્ટમોર્ટમ કરાવતા પાણીમાં ઓક્સિજનની ખામી હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં આ પ્રશ્ને ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માજી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને રજૂઆત કરતા જનરલ બોર્ડમાં પ્રશ્ન રજૂ થયો હતો જેમાં તળાવના પાણીમાં ઓક્સિજન જળવાઇ રહે તે માટે રોજ પાણીના 5 ટાંકા નાંખવાનું નક્કી થયું હતું, પરંતુ નંખાતું નથી.

રસ્તા રિપેર થતા હતા ત્યારે દરરોજ 1,00,000 લીટર પાણી રોડ પર છંટાતું હતું જ્યારે માછલાને બચાવવા પાણી નંખાતું નથી. ત્યારે હવે તળાવના પાણીમાં ઓક્સિજન વધારવા રોજ 50,000 લીટર પાણી નાંખવાની માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...