સમસ્યા:બીપીએલના દાખલાના કારણે અનેક પરિવારો યોજનાના લાભથી વંચિત

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક સ્થિતીને ધ્યાને રાખી સહાય આપવા માંગ કરાઇ

સરકાર દ્વારા રાષ્ટ્રિય કુટુંબ (સંકટ મોચન) યોજનાની સહાય માટે પણ બીપીએલના દાખલાની માંગ કરવામાં આવતી હોય અનેક પરિવારો સહાયથી વંચિત રહી જાય છે. ત્યારે બીપીએલ(ગરીબી રેખા)ના દાખલા વિના માત્ર આર્થિક સ્થિતીને ધ્યાને રાખીને સહાય આપવા માંગ કરાઇ છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટવરલાલ પોંકીયાએ જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવેદન પાઠવ્યું છે.

આવેદનમાં જણાવાયું છે કે, સરકારના નિયમ મુજબ કોઇપણ કુદરતી આફતમાં કે બિમારીના કારણે કોઇનું પણ મૃત્યું થાય તો રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખથી 10 લાખ આપવાની જોગવાઇ છે અને તે મુજબના પરિપત્રો પણ છે. તેમ છત્તાં છેલ્લા 15 માસમાં કોરોનાના કારણે મૃત્યું પામનારના પરિવારને પણ રાષ્ટ્રિય કુટુંબ(સંકટ મોચન) યોજનાનો લાભ મળ્યો નથી.

કારણ કે આ માટે ફોર્મ ભરવામાં બીપીએલ (ગરીબી રેખા હેઠળ)ના દાખલાનો આગ્રહ રખાય છે. ત્યારે આ નિયમ રદ કરી બીપીએલના દાખલા વિનાના લોકોને પણ માત્ર આર્થિક સ્થિતીનો સર્વે કરી, સબંધિત અધિકારી દ્વારા રોજકામ કરાવી સહાય મંજૂર કરવી જોઇએ તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...