પતિનો સાસરીમાં હોબાળો:સાંખડાવદરમાં શખ્સની પિયર રિસામણે બેઠેલી પત્ની અને સાસરીયાંને મારી નાખવાની ધમકી, પુત્રને બળજબરીપૂર્વક લઈ જતાં ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે પત્નીના ઘરે જઈ દરવાજામાં કુહાડી અને પાઈપના ઘા મારી ધમાલ મચાવી
  • પરિણીતાએ પતિ અને અન્ય એક શખ્સ વિરૂદ્ધ બીલખા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામમાં પિયર રિસામણે રહેલી પત્નીના ઘરે જઈ પતિ અને અન્ય એક શખ્સે દ૨વાજામાં કુહાડી અને પાઈપના ઘા મારી પત્ની તેમજ તેના પરિવારને ધમકી આપી પુત્રને સાથે લઈ ગયાની ફરિયાદ નોંધાતે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા ભરત વજુભાઈના પત્ની અસ્મિતાબેન તેમના પુત્રને સાથે લઈ પિયર સાંખડાવદર રિસામણે હતા. જેથી ભરત અવાર-નવાર પુત્રને પોતાની સાથે લઈ જવા કહેતો હતો, પરંતુ અસ્મિતાબેન ના પાડતા હતા. દરમિયાન બે દિવસ પૂર્વે તા.12 નવેમ્બરના રોજ ભરત અન્ય એક શખ્સ બાલાને સાથે લઈ સાંખડાવદર ગામે પત્નીના ઘરે જઈ દરવાજામાં કુહાડી અને પાઈપના ઘા મારી અસ્મિતાબેન અને તેના પરિવારના સભ્યોને મારી નાખવા ધમકી આપી પુત્રને સાથે લઈ ગયો હતો. જેથી આ મામલે અસ્મિતા બેને ફરિયાદ કરતાં બીલખા પોલીસે આઈપીસી કલમ 447, 427, 504, 506(2), 114 અને 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...