તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભગવાન પરશુરામની પ્રતિમા હટાવવા મનપાનું ત્રણ દિવસનું અલ્ટિમેટમ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિમા હટાવતા પહેલા 36,000થી વધુ ભૂદેવોનો સામનો કરવો પડશે

જૂનાગઢના સોનાપુરી સ્મશાન ગૃહ પાસેના ચોકમાં મૂકવામાં આવેલી ભગવાન પરશુરામજીની પ્રતિમા હટાવી લેવા મનપાએ 3 દિનું અલ્ટિમેટમ આપતા ભૂદેવો લાલઘૂમ બની ગયા છે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિકભાઇ ઠાકરે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, શહેરમાં અનેક રાજકીય વ્યક્તિઓના ગેરકાયદેસરના બાંધકામો છે જેને હટાવવા 260 (2)ની નોટીસો આપી હતી. 260 (1) નોટીસ ગણાય અને 260 (2) બાંધકામ દૂર કરવાનો હુકમ ગણાય.

છત્તાં આવા હુકમના કાગળીયા પણ પડ્યા પડ્યા સડી ગયા છે. તેમ છત્તાં આવા ગેરકાયદેસર બિલ્ડીંગોને શા માટે તોડી પાડવામાં નથી આવતા ?શા માટે તેની સામે મનપા તંત્ર લાજ કાઢે છે? આ ઉપરાંત શહેરમાં અનેક સ્થળે અન્ય ધાર્મિક દબાણો પણ થયા છે તેનાથી તંત્ર અંધારામાં છે કે, પ્રજાને અંધારામાં રાખવા માંગે છે? શહેરના વોકળા પરના દબાણો પણ યથાવત છે તેને હટાવવાના બદલે ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની મૂર્તિને હટાવવાનું કોના ઇશારે શુરાતન ચડે છે ? કાર્તિક ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા શહેરમાં જેને 260(2)ની નોટીસો આપી છે, મનપા તે બાંધકામો અને અન્ય ધાર્મિક બાંધકામો દૂર કરે પછી ભગવાન પરશુરામજીની પ્રતિમા હટાવવાની વાત કરે. જો મનપા તંત્ર તેમ છત્તાં પ્રતિમા હટાવવાનો પ્રયાસ કરશે તો જૂનાગઢના 36,000થી વધુ ભૂદેવોનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...