2020-21ના બજેટનું જ પુનરાવર્તન થશે:મનપાનું બજેટ તૈયાર, વેરામાં વધારો નહીં

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો પૂર્ણ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો છે
  • 300 કરોડથી વધુનું બજેટ રહેશે : મહાનગર પાલિકાએ બજેટને આખરી આપો આપ્યો : ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરશે

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2021-22નું બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મનપાએ બજેટને આખરી આપ આપી દીધો છે. આ વર્ષનાં બજેટમાં વેરા વધારવામાં ન આવ્યાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. એટલું જ નહી નવું બજેટ 300 કરોડ રૂપિયાથી વધુનું રહેશે.

જૂનાગઢ મહાનગર પાલિકાની ટીમ દ્વારા વર્ષ 2021-22નું બજેટ તૈયાર કરવામાં આવી રહ્યું હતું. છેલ્લા કેટલા દિવસની મહેનત બાદ મહાનગર પાલિકાએ બજેટને આખરી ટચ આપ્યો છે. ગત વર્ષનાં બજેટમાં કમિશ્નરે વેરા વધારાનાં સુચન કર્યાં હતાં. પરંતુ સ્થાયી સમિતીએ તેમા ફેરફાર કર્યો હતો. તેમજ ગત વર્ષે રૂપિયા 300 કરોડ થી વધુનું બજેટ હતું. ચાલુ વર્ષે પણ રૂપિયા 300 કરોડથી વધુનું બજેટ રહેવાની શક્યતા છે. મનપાનાં સુત્રોનાં જણાવ્યા મુજબ વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. ગત બજેટમાં જે વેરા હતા તેને યથાવત રાખવામાં આવ્યાં છે. તેમજ વિકાસનાં નવા કામનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

મહત્વનાં પ્રોજેકેટ દર વર્ષે બજેટમાં
જૂનાગઢનાં કેટલાક વિકાસનાં કામો દર વર્ષે બજેટમાં હોય છે. જેમાં ઉપરકોટનો વિકાસ, અમૃત યોજનાનાં કામ, નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફીકશન, વિલીંગ્ડન ડેમનો વિકાસ સહિતનાં કામો દર વર્ષે બજેટમાં જોવા મળે છે. આ વર્ષનાં બજેટમાં પણ આ કામો જવા મળે તો નવાય નહી.

સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રહેશે
જૂનાગઢ મહાનગર પાલિકાની આવક મર્યાદીત છે. ટેકસની રકમમાંથી મહાનગર પાલિકા ચાલી રહી છે. ત્યારે બજેટમાં પણ સરકારની ગ્રાન્ટ ઉપર આધાર રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પણ સરકારે વિકાસનાં કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે.

ગત વર્ષે 55.45 લાખની પુરાંતનું બજેટ હતું
ગત વર્ષે મનપાનાં કમિશ્નરે 356.69 કરોડનું બજેટ સ્થાયી સમિતીને આપ્યું હતું. સ્થાયી સમિતીએ 9.67 કરોડનાં વધારા સાથે રૂપિયા 366.36 કરોડનું બજેટ તૈયાર કર્યું હતું. રૂપિયા 55.45 લાખની પુરાંત વાળુ બજેટ રહ્યું હતું. જોકે ગત વર્ષે પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. ટુંકમાં ચાલુ વર્ષનાં બજેટમાં ખાસ સુધાર વધાર કરવામાં આવ્યાં નથી. ગત વર્ષનું બજેટ યથાવત જેવું જ રાખવામાં આવ્યું છે. ખાસ સુધારા વધારા કરવામાં આવ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...