નિર્ણય:રૂા.17.10 કરોડના કામો મંજૂર કરતી મનપાની સ્થાયી સમિતી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીચોક, ઝાંસીની રાણી સર્કલ, મોતીબાગ સર્કલ નોબલ ગૃપને સોંપાશે
  • કોરોનાને​​​​​​​ પહોંચી વળવા ટીંબાવાડી, ભવનાથ પીએચસીમાં ઓક્સિજન પાઇપ લાઇન નંખાશે

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 17.10 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઇ છે. જ્યારે 14માં નાણાંપંચમાં 55,45,837ના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ડિઝાઇન અને એપ્રુવ્ડ પ્લાન મુજબ ગાંધીચોક, ઝાંસીની રાણીનું સર્કલ, મોતીબાગ સર્કલની નિભાવણી નોબલ ગૃપને સોંપાવાનો નિર્ણય કરાયો છેે. જ્યારે શેલ્ટર હાઉસ સુખનાથ ચોક, માતૃ બાળકલ્યાણ કેન્દ્ર, સુખનાથ ચોક સી અને સોરઠ ભવન ખાતેના આશ્રયગૃહનુ સંચાલન 24,00,000ના ખર્ચે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનને સોંપવા નિર્ણય કરાયો છે.

વોર્ડ નંબર 8માં 4 બોર માટે 8,00,000, હસ્નાપુર ડેમ ખાતે પાણીની લાઇન માટે 10,00,000, સેનીટેશન શાખા દ્વારા બે વ્હિલ વાળી વ્હિલ બરોઝ ખરીદવા 11,80,000 અને 100 લીટરની 2,000 ટ્વિનબીન ખરીદવા 1,79,00,000, કડિયાવાડ અને વણકરવાસમાં લાઇનનોના ડિસ્ટ્રીબ્યુશન માટે 34,00,000, શહિદ પાર્ક તેમજ અન્ય બગીચામાં જાળી લગાવવા 19,94,33, ઇઆરપી બેઇઝડ ઇ- ગર્વનન્સ સિસ્ટમ ડેવલોપ કરવા ડીપીઆર રજૂ કરતા 6,50,00,000ના પ્રોજેક્ટ સામે પ્રથમ તબક્કામાં 2,00,00,000, પાણીના વિવિધ સ્ત્રોતનું ક્લોરીનેશન કરવા દવા ખરીદવા 24,68,750,કોરોનાની ત્રીજી વેવને પહોંચી વળવા યુપીએચસી ભવનાથ અને ટીંબાવાડીમાં ઓક્સિજન પાઇપ લાઇન માટે 35,00,000, ભવનાથમાં પાણીની કામગીરી માટે 3,84,650, વોર્ડ નંબર 15માં પાણીની કામગીરી માટે 5,95,502, વોર્ડ નંબર 1 થી 15માં ધન્વંતરી રથ દોડાવવા 43,00,000 તેમજ 10,55,66,357ના ખર્ચમાંથી કેટલ પાઉન્ડ રૂમ, શહેરના વિવિધ વિસ્તારમાં સીસી રોડ, ફૂટપાથ, ફ્લોરીંગ, પુલ, પાણીની લાઇન, ગટરના કામો મંજુર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...