તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટીસ:મનપાની ફાયર એન.ઓ.સી. અંગે 148 આસામીઓને નોટીસ, અઠવાડીયામાં ફાયર અંગેનું સર્ટી મેળવી લેવા તાકીદ કરાઇ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મનપા કચેરીમાં ફાયર એન.ઓ.સી. અંગે નગરજનો માટે માહિતી કેન્દ્રો પ્રારંભ કર્યા

જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા સંબંઘિત માહિતી કેન્દ્રનો પ્રારંભ કર્યા હતો. ત્‍યારબાદ ગણતરીના દિવસોમાં જ શહેરની ફેકટરીઓ, હોસ્પિટલો અને કોર્મશિયલ અને હાઇરાઇઝ બિલ્‍ડીંગોના 148 આસામીઓને નોટીસ આપી ફાયર એન.ઓ.સી. સમયસર મેળવી લેવા અને હોય તો ફાયર શાખામાં રજુ કરવા તાકીદ કરવામાં આવી છે.

જૂનાગઢ મનપા કચેરીમાં બીજા માળે માહિતી કેન્દ્ર પ્રારંભ

જૂનાગઢ મનપા વિસ્‍તારમાં આગથી થતા નુકસાનથી બચવા માટે શાળા-કોલેજો સંકુલ, ટયુશન કલાસીસ, હોટલ-રેસ્‍ટોરન્‍ટ, હોસ્પિટલ, સિનેમાગૃહ, શોપીંગ મોલ, બહુમાળી કોમર્શિયલ અને હાઇરાઇઝ બિલ્‍ડીંગોમાં ફાયર સેફટીના સાઘનો વસાવી ફાયર એન.ઓ.સી. મેળવવાનું જરૂરી છે. દરમિયાન તાજેતરમાં શહેરીજનોની સુવિઘા અંગે જૂનાગઢ મનપા કચેરીમાં બીજા માળે ફાયર એન.ઓ.સી. મેળવવા માટે માહિતી કેન્‍દ્રની શરૂઆત કરવામાં આવી હતી. આ કેન્‍દ્રમાંથી ફાયર એન.ઓ.સી. મેળવવા શું કરવાનું તથા ફાયર સેફટી માટે જરૂરી કયાં સાઘનો વસાવવા જોઇએ તેની માહિતી લોકોને મળી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

મુદત વિત્‍યા બાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે

આ કેન્‍દ્રના પ્રારંભ બાદ મનપાએ ફાયર સેફટી બાબતે કરેલી કામગીરી બાબતે ફાયર ઓફીસર મયુર પરમારએ જણાવ્યું છે કે, છેલ્‍લા અઠવાડીયા દરમિયાન જૂનાગઢમાંજીઆઇડીસીમાં ઘમઘમતા 57 યુનિટોને, 49 હોસ્પિટલોને, 13 કોર્મશીયલ બિલ્ડિંગોને, 29 હાઇરાઇઝ બિલ્ડિગ મળી કુલ 148 પ્રોપટી ઘારકોને ફાયર સેફટીની એનઓસી બાબતે નોટીસ આપી છે. જેમાં સ્‍પષ્‍ટ રીતે જણાવાયું છે કે, જો આસામીઓ પાસે ફાયર એન.ઓ.સી. હોય તો રજુ કરવું, ન હોય તો નવું કઢાવી લેવુ, મુદત પુરી થઇ ગઇ હોય તો રીન્‍યુ કરાવી લેવું અને આ બઘી કામગીરી અઠવાડીયાની અંદર આસામીએ કરાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. અન્‍યથા મુદત વિત્‍યા બાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો