તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:મનપાના 3 ફાયર મેન, આસી. ફાયર ઓફિસરનું રાજીનામું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપા કાયમી ભરતી કરતું નથી, આર્થિક સંકડામણથી કર્મીઓ નારાજ

જૂનાગઢ પાલિકાના 3 ફાયરમેન અને 1 આસિસ્ટન્ટ ફાયર ઓફિસરે રાજીનામું ધરી દીધું છે. મહાનગરપાલિકા ફિક્સ પગારે જ ભરતી કરે છે જ્યારે નગરપાલિકા કાયમી ભરતી કરતા હોય આ કર્મીઓએ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે એક ફાયરમેને કહ્યું હતું કે, જૂનાગઢ મહાપાલિકા ફાયર જેવી ઇમરજન્સી સેવામાં પણ ફિક્સ પગારથી ભરતી કરે છે. 8 વર્ષ થવા છત્તાં કાયમી કરતા નથી.

પરિણામે કારમી મોંઘવારીમાં 6,000ના પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બને છે. જ્યારે નગરપાલિકા કાયમી ભરતી કરે છે જેમાં 19,000થી વધુનો પગાર મળે છે. દરમિયાન જૂનાગઢ મનપાના 2 ફાયરમેનની પોરબંદર અને 1ની ગોંડલ નગરપાલિકામાં કાયમી તરીકે ભરતી થતા રાજીનામું ધરી દીધું છે. જ્યારે આસિસ્ટન્ટ ફાયર ઓફિસરને પણ ફિક્સથી જ રખાતા હતા જેની કાલાવાડ પાલિકામાં સ્ટેશન ફાયર ઓફિસર તરીકે પસંદગી થતા તેઓ પણ મનપામાંથી જતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...