રોગચાળો ફેલાવાની ભિતી:શહેરમાં મૃત્યુ પામેલા પશુનો ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરતું મનપા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મરેલા પશુને ટ્રેકટરમાં નાંખી ખુલ્લી રીતે લઇ જતાનો વિડીયો વાઇરલ
  • ​​​​​​​મૃતપશુથી સ્થાનિક લોકોને તેમજ વન્યજીવોને રોગચાળો ફેલાવાની ભિતી

જૂનાગઢમાં મૃત્યુ પામેલા પશુનો મહાનગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરવામાં આવી રહ્યો છે. કેટલાક મૃત્યુુ પામેલા પશુને ટ્રેકટરમાં નાંખી આ ટ્રેકટર શહેરથી દૂર ડમ્પિંગ સાઇટ તરફ જતું હોવાનો વિડીયો વાઇરલ થયો છે. ખુલ્લી રીતે મૃતપશુને લઇ જવાના કારણે તેમજ ડમ્પિંગ સાઇટ પર નિકાલ કરાતા સ્થાનિક લોકો તેમજ વન્યજીવોને પણ રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત થઇ રહી છે. આ અંગે અતુલભાઇ શેખડાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના એક ટ્રેકટરમાં કેટલાક મરેલા પશુને નાંખી આ ટ્રેકટર ડમ્પિંગ સાઇડ પર જઇ રહ્યું હતું તેનો વિડીયો બનાવ્યો છે.

ત્યારે સવાલ એ થાય છેે કે શું મૃૃતપશુનો આ રીતે નિકાલ કરાય ખરો? આ રીતે મરેલા પશુને ખુલ્લી રીતે લઇ જવાથી રોગચાળો ફેલાવાની ભિતી છે. ઉપરાંત આ રીતે મરેલા પશુને ડમ્પિંગ સાઇટ પર નાંખી દેવાશે તો તેની દુર્ગન્ધથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ જશે. સાથે રોગચાળો ફેલાવાની ભિતી પણ વ્યકત થઇ રહી છે. ઉપરાંત આ પશુ મોટાભાગે રોગચાળાના કારણે જ મોતને ભેટ્યા હોય છે.

ત્યારે આવા પશુને ડમ્પિંગ સાઇટ પર નાંખી દેવાતા અહિં દિપડા સહિતના અનેક વન્યપ્રાણી પણ આવે છે જે આવા મરેલા પશુને ખાશે તો રોગચાળાનો ભોગ બનશે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે જો મહાનગરપાલિકા તંત્ર આવી ઘોરબેદરકારી દાખવશે તો માનવીની સાથે વન્યપ્રાણીઓ પણ રોગચાળાનો ભોગ બનશે.

અન્ય સમાચારો પણ છે...