ચોમાસો:મનપાએ પ્રિ- મોન્સૂનની કામગીરી શરૂ કરી

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વિસ્તારોમાં વોકળા સફાઈ

ચોમાસાને હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાના વરસાદી પાણીનો ભરાવો ન થાય અને આ પાણી લોકોના ઘરમાં ન ઘૂસે તે માટે મહાનગરપાલિકા દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરના વોકળામાં ભરાયેલી ગંદકીની સફાઈ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના જેસીબી, ટ્રેકટર સહિતના સાધનો દ્રારા સફાઇ કરવામાં આવી રહી છે અને વોકળામાં ભરાયેલી વેલ, પ્લાસ્ટિકની ગંદકી દૂર કરે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે. સામાન્ય દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી શહેરના અનેક વિસ્તારોમાં ભરાઈ જાય છે જેને લઇને કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસાનું પાણી ભરાય નહીં તે માટે મહાનગરપાલિકા દ્રારા અગાઉથી જ કામગીરી શરૂ કરી દીધી છે. 

અન્ય સમાચારો પણ છે...