પોલીટિકલ:વડાપ્રધાનના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્ટીનો ખર્ચ પ્રજાના ટેક્ષમાંથી કઇ રીતે ચૂકવાય? તપાસ કરી રકમ ચૂકવવા માંગ

જૂનાગઢમાં વડાપ્રધાનની સભા થઇ હતી જેના માટે કોર્પોરેશને 15,00,000નો ખર્ચ દર્શાવ્યો હોય તેની સામે કોંગ્રેસી કોર્પોરેટરે વિરોધ વ્યકત કર્યો છે. તેમણે આ ખર્ચમાં યોગ્ય તપાસ કરી બાદમાં જ બિલ ચૂકવવા માંગ કરી છે. આ અંગે વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશ્નરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, 19 ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં સભા યોજાઇ હતી.

આ સભાને લઇ મનપાની બિલ્ડીંગ તેમજ શહેરના સર્કલોને રોશનીથી શણગારાયા હતા. તેમજ શહેરના મુખ્ય માર્ગો પર સ્વાગત અન્વયે મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના હોર્ડિંગ્સ - બોર્ડ લગાવાયા હતા. આ પ્રચાર- પ્રસાર પાછળ રૂપિયા 15,00,000 નો ખર્ચ ગણાવાયો છે જેનો સ્થાયી સમિતીમાં પરિપત્ર નંબર 12, આઇટમ નંબર 1થી રજૂ કરાયો છે. ત્યારે પક્ષના કાર્યક્રમ માટેનો ખર્ચ પ્રજાના નાણાંમાંથી કઇ રીતે ચૂકવી શકાય? ત્યારે આ ખર્ચના ચૂકાદા માટે ખાસ સમિતીની રચના કરી ખરેખર થયેલ ખર્ચની રકમ જ ચૂકવવામાં આવે અને એ રીતે પ્રજાના પૈસે પક્ષ માટે થતા તાયફા બંધ કરવામાં આવે તેવી મંજુલાબેન પણસારાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...