પ્રજા અંધારામાં:મનપા : સ્ટ્રીટ લાઇટ રિપેર કરો, એજન્સી : પહેલાં બાકી પેમેન્ટ કરો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી અને મનપાની ખેંચતાણમાં પ્રજાને અંધારૂં વેઠવું પડે છે

મહાનગરપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચેની ખેંચતાણના કારણે પ્રજાને અંધારૂં વેઠવું પડી રહ્યું છે. એક અધિકારીએ નામ ન દેવાની શરતે જણાવ્યું કે, મંગળવારે સ્ટ્રીટ લાઇટની 160 ફરિયાદો પેન્ડીંગ હતી. એજન્સીના 4 જવાબદારોને મેસેજ કરી જાણ કરાઇ હતી કે, સ્ટ્રીટ લાઇટની ફરિયાદો પેન્ડીંગ છે જલ્દી આવી રિપેર કરવામાં આવે.

ત્યારે એજન્સીના જવાબદારે જણાવ્યું હતું કે, પહેલા બાકીનું પેમેન્ટ કરો પછી કામ કરીશું. બન્ને વચ્ચને ખેંચતાણના કારણે શહેરના અનેક વિસ્તારો અંધકારમાં ફેરવાઇ ગયા છે. ઉપરાંત તહેવારના કારણે કેટલાક કર્મીઓ આવ્યા ન હોય ફરિયાદો પેન્ડીંગ રહી જવા પામી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સ્ટાફ-વાહનો ઓછા
મનપાની સ્ટ્રીટ લાઇટ શાખામાં કામના ભારણ સામે સ્ટાફ ઓછો છે અને વાહનો પણ ઓછા છે. વળી વાહનો પણ ભંગાર જેવા બની ગયા હોય અવાર નવાર બગડી જાય છે જેથી લોકોના કામ થતા નથી. 2 વાહન પૈકી 1વાહનમાં પંકચર થઇ જતા મનપા કચેરી ખાતે જ રાખી દેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...