વિવાદ:માંગરોળના શીલ ગામે મકાનમાં કામ નહીં કરવાનું કહી હુમલો

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ પંથકનાં શીલ ગામે રહેતા ભાવેશભાઈ કાનાભાઈ ભરડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવેશભાઈ અને આરોપીઓની સંયુક્ત જમીન આવેલી હોય જે જમીન ભાવેશના ભાગે આવતા તેમા મકાન બનાવ્યું હતું. અને લાઈટ ફિટીંગ કરતા હતા એ સમયે મંગુબેન મનસુખભાઈ બાલચે આવી મકાનમાં કામગીરી કરવાનું કહ્યું હતું. તેમજ દિનેશ પાચા ભરડાએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મરાયો હોય દિનેશ પાંચા ભરડા, હંસાબેન ભરડા, અવિનાશ ભરડા, મંગુબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે દિનેશભાઈ પાંચાભાઈ ભરડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સંયુક્ત જમીન પૈકી જે જમીન કાનાભાઈ પાંચાભાઈ ભરડાના ભાગે આવેલ જેમાં મકાન બનાવ્યું હોય અને તે જમીનમાં મકાઈનું વાવેતર કર્યું હોય જે મકાઈ મંગુબેન વાઢવા આવતા આરોપીઓએ ના પાડી હતી. અને બાદમાં બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...