ખનીજ માફિયાઓ પર લાલ આંખ:માંગરોળ પોલીસે ગેરકાયદેસર લાઇમ સ્ટોન સાથે 7 ટ્રકો ઝડપી પાડી

જુનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે ડીવાયએસપી કોળિયાતરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.વી. પરમાર અને ટીમ દ્વારા પથ્થરની ટ્રકોનો સફાયો બોલાવ્યો હતો. જેમાં 7 ટ્રક, 73 ટન લાઇમ સ્ટોન ગેરકાયદેસર પકડી પાડવામાં આવ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી
માંગરોળ પંથકમાં દિવસેને દિવસે ખનીજ ચોરોનું સામ્રાજ્ય વધતું જાય છે ત્યારે માંગરોળ પોલીસ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વો પર કાયદાનું હથિયાર ઉગામવામાં આવ્યું છે. બેખોફ થઈ બેફામ રીતે ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પર પોલીસે ચેકિંગ કરતા સમગ્ર ખનીજ ચોરી ઝડપાઈ હતી. પોલીસ દ્વારા ઓચિંતી કાર્યવાહી હાથ ધરાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વગર પાસ કે પરમીટ વિનાની ખનીજ ભરેલી ટ્રકો પકડાતા ખનીજ માફિયાઓએ પોતાની લાલિયાવાડી હાલ તો સંકેલી લીધી છે. પોલીસ દ્વારા કુલ શંકાસ્પદ 7 જેટલી ટ્રક રોયલ્ટી ચોરી કરતી કબ્જો કરી તેમની રોયલટી ચેક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...