તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કેશોદમાં કોરોનાના કારણે મંડપ ડેકોરેશનના ધંધાર્થીઓ પરેશાન, વેરા માફ કરવાની માગણી

કેશોદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્યાવસાયવેરા અને મિલ્કતવેરામાં રાહત આપવાની માગ

કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી ધંધા રોજગાર બંધ જેવા હોવાથી સ્થાનિક વેરા માફ કરવા અંગે કેશોદ મંડપ ડેકોરેશન એસો. દ્વારા આવેદનપત્ર માંગણી કરી છે.

કેશોદ મંડપ ઈલેક્ટ્રીક સાઉન્ડ એન્ડ ફલાવર એસોસિએશને મામલતદારને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ કે, કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર બંધ હાલતમાં હોય ત્યારે અસહ્ય ખર્ચાઓમાં રાહત આપવા માંગણી કરી છે. કેશોદ શહેરમાં જુદા-જુદા આયોજનોમાં મંડપ,લાઈટ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ અને ફુલો થી સુશોભન કરવાનાં વ્યવસાય સાથે સંકળાયેલા કેશોદ શહેરનાં વેપારીઓ કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન સમયે અને જુદી-જુદી ગાઈડ લાઈન મુજબ જાહેર કાર્યક્રમો,મેળવડા કે પ્રસંગોમાં ધારાધોરણ મુજબ અશત: પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

જેથી છેલ્લાં એક વર્ષથી ધંધા રોજગાર વગર ખર્ચાઓ વેઠી રહ્યાં છે ત્યારે સ્થાનિક કચેરી દ્વારા વ્યવસાય વેરા અને મિલ્કત વેરા લાગું કરવામાં ન આવે એવી માંગ કરી છે. કેશોદ મંડપ ઈલેક્ટ્રીક સાઉન્ડ એન્ડ ફલાવર એશોશીએસન ની માંગ ધ્યાનમાં રાખીને સત્તાધીશો હકારાત્મક અભિગમ અપનાવવામાં આવે તો કોરોના મહામારી વચ્ચે સહાયરૂપ બની શકે એવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો