કાર્યવાહી:માણાવદર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી ઝડપાયો, એસઓજીએ ગળવાવ ફાટક પાસેથી ઝડપી લીધો

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

માણાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના ફરાર આરોપીને જૂનાગઢ એસઓજીએ ગળવાવ ફાટક પાસેથી ઝડપી લઇ માણાવદર પાોલીસ હવાલે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ માણાવદર પોલીસ સ્ટેશનમાં નાસીર ઉર્ફે બાપુડી સાદીકમિયા કાદરી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જોકે, બાદમાં તે પોલીસ પકડથી દૂર રહી નાસતો ફરતો હતો.

દરમિયાન આવા આરોપીને ઝડપી લેવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ એસઓજીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આરોપી નાસીર ઉર્ફે બાપુડી સાદીકમિયાં કાદરી માણાવદર વંથલી રોડ સ્થિત ગળવાવ ફાટક પાસે હોવાની બાતમી મળી હતી.બાદમાં એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલ, પીએસઆઇ જે.એમ. વાળા, એમ. જે કોડિયાતર અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લઇ માણાવદર પોલીસ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...