ધરપકડ:લોખંડની ફૂટપટ્ટી, ડિસમીસથી કાર, બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીસીટીવી કેમેરામાં નજરે પડતા તેને શોધી સી ડિવીઝને ઝડપી લીધો

કાર,બાઇકની ચોરી કરનાર માણાવદરના શખ્સને સી ડિવીઝન પોલીસે ઝડપી લઇ બાઇક કબ્જે કર્યું છે. આ અંગે મળતી વિગત જીજે 15 એડી 0736 નંબરની કારની સોસાયટીમાંથી ચોરીનો પ્રયાસ થયો હોવાની સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન વિવિધ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ડિવાયએસપી હિતેષ ધાધલ્યાના માર્ગદર્શનમાં સી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન સી ડિવીઝન પીએસઆઇ જે.એમ. વાળા, આર. ડી. ડામોર અને સ્ટાફ તેમજ સીસીટીવી કેમેરા નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ. મશરૂ અને ટીમે ચોરીના બનાવ વાળા સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં એક શખ્સ શંકાના દાયરામાં આવ્યો હતો. આ તપાસમાં કારની ચોરીના ગુનામાં સંડોવાયેલ શખ્સ શ્રીનગર સોસાયટીમાં આટા મારતો હોવાની બાતમી મળતા તેને ઝડપી લીધો હતો.

બાદમાં ઝડપાયેલા આરોપી યુજરાજ દીપકભાઇ પંચાલ(રહે. માણાવદર)ની પૂછપરછમાં તેણે કારની ચોરી કરી હોવાની કબુલાત સાથે જીજે 11 એએ 9575 નંબરનું બાઇક પણ ચોર્યું હોવાની કબુલાત કરતા પોલીસે 20,000ની કિંમતનું બાઇક કબ્જે કર્યું છે. આરોપી લોક કરેલી કારના દરવાજા લોખંડની ફૂટપટ્ટી અને ડિસમીસથી ખોલી,ડેશબોર્ડ ખોલી ફોરવ્હિલ ચાલુ કરીને તેમજ બાઇકની ચોરી કરી અન્ય લોકોને સસ્તામાં વેંચી આપતો હતો. ત્યારે આ શખ્સ પાસેથી કોઇએ ફોરવ્હિલ કે મોટર સાઇકલની ખરીદી કરી હોય તો સી ડિવીઝનનો સંપર્ક કરે તેમ પીએસઆઇ જે.એમ. વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...