સજા:તાલાલાના ઘાવા ગીરની સગીરાની જાતીય સતમાણી કરનાર શખ્‍સને કોર્ટે પાંચ વર્ષની સખ્‍ત કેદની સજા ફટકારી

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પૂર્વે આરોપીએ એકલતાનો લાભ લઈ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા
  • સરકારી વકીલની ઘારદાર દલીલોને ઘ્‍યાને લઇ કોર્ટે દાખલારૂપ સજા ફટકારી

ત્રણ વર્ષ પહેલા ગીર સોમનાથના તાલાલા તાલુકાના ઘાવા ગીર ગામના એક શખ્‍સે જ ગામમાં જ રહેતી સામાન્‍ય માનસિક અશકત સગીરાની એકલતાનો લાભ લઇ એક શખ્‍સએ ઘરમાં ઘુસી જઇ દસ રૂપીયા આપી લલચાવી ફોસલાવી શારીરીક અડપલા કરી જાતીય સતામણી કરી હોવાનો ગુનો નોંઘાયો હતો. આ કેસમાં આરોપી શખ્‍સને વેરાવળ સેશન્‍સ કોર્ટે પાંચ વર્ષની સખ્‍ત કેદની સજા તથા દંડ ફટકારતો સમાજમાં દાખલા બેસી તેવો હુકમ કરેલ છે.

આ કેસની જાણવા મળેલ વિગતોનુસાર તાલાલાના ઘાવા ગીર ગામે ગરબી ચોકમાં રહેતો લાલજી ઉર્ફે મુન્ના મોહન સાખટે ત્રણ વર્ષ પૂર્વે તા.10/11/18 ના રોજ ગામની જ એક સગીરા તેના ઘરે એકલી હતી તે સમયે લાલજીએ ઘરમાં ઘુસી જઇ એકલતાનો લાભ લઈ મકાનની ડેલી અંદરથી બંધ કરી સગીરાને દસ રૂપિયા આપી લલચાવી ફોસલાવી નિર્લજ હમલો કરી જાતીય સતામણી સાથે અડપલા કરેલ હતા. આ ઘટના અંગે સગીરના વાલીએ તાલાલા પોલીસમાં લાલજી સાખટ સામે ફરીયાદ નોંઘાવી હતી. જેમાં પોલીસએ તપાસ હાથ ઘરી આરોપી લાલજીની અટક કરવાની સાથે પુરાવા એકત્ર કરેલ હતા. બાદમાં તપાસના અંતે પીએસઆઇ એ.પી.સોલંકીએ વેરાવળની સેશન્‍સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતુ.

આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સરકારી વકીલ કે.પી.પંડયાએ ફરીયાદી, ભોગ બનનાર, પંચ તથા પોલીસ સાહેદોની જુબાની લેવડાવવાની સાથે 13 સાક્ષીઓની જુબાનીઓ લીધેલ હતી. ટ્રાયલ દરમ્યાન જરૂરી દસ્તાવેજી સહિતના પુરાવાઓ રજુ કરી સમાજમાં નાના બાળકોઓની જાતિય સતામણી કરી હેરાન કરતા તત્વો સામે દાખલારૂપ રાજાઓ થવી જોઈએ તેવી ઘારદાર દલીલો કરી હતી. જેના અંતે પુરાવાઓને ધ્યાને લઈ એડી.સેશન્સ જજ બી.એલ.ચોઈથાણી સાહેબએ આરોપી લાલજી સાખટને જાતીય ગુન્હા સામે બાળકોને રક્ષણ આપતાં અધિનિયમની કલમ – 8 નીચે ત્રણ વર્ષની સખ્ત કેદની સજા, અધિનિયમની કલમ- 9(કે) નીચે પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા કલમ-11(6) નીચે ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા ભારતીય દંડ સંહિતની કલમ- 455 ના ગુન્હા સબબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.2 હજારના દંડની સજા ફટકારતો હુકમ કરેલ છે. અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફરમાવેલ છે. આ કામે ભોગ બનનારને કાયદાની જોગવાઈ મુજબ રૂ.2 લાખનું વળતર ચુકવવાનો પણ હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...