તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:2 વર્ષ માટે હદપાર થયેલ શખ્સ પંચેશ્વરમાંથી ઝડપાયો

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 ગુનામાં સંડોવાયેલા શખ્સને રેલવે સ્ટેશન પાસેથી પકડયો

2 વર્ષ માટે હદપાર કરાયેલા શખ્સને તેમજ 7 ગુનામાં સંડોવાયેલા શખ્સને પોલીસે ઝડપી લીધો છે. હદપારી ભંગ કરનાર શખ્સોને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા અપાયેલી સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ આર. જી. ચૌધરી અને સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.

દરમિયાન 2 વર્ષ માટે હદપાર કરાયેલ અરજણ રૂડાભાઇ રાડા પંચેશ્વર વિસ્તારમાં હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ હદપારી ભંગનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનિફભાઇ સમાને બી ડિવીઝન પીઆઇ આર.બી. સોલંકી, પીએસઆઇ એ. કે. પરમાર અને સ્ટાફે જૂનાગઢ રેલવે સ્ટેશન સામેના બુગદા પાસેથી ઝડપી લઇ ઉપલેટા પોલીસને હવાલે કર્યો છે. આરોપી સામે બી ડિવીઝનમાં 3, માણાવદર પોલીસ સ્ટેશનમાં 3 અને સી ડિવીઝનમાં 1 મળી કુલ 7 ગુના નોંધાયા હોય રીઢો ગુનેગાર હોવાનું ખુલવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો