કાર્યવાહી:જોષીપરામાંથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો, પોલીસે આરોપી પાસેથી 30,000નું બાઇક કબ્જે કર્યું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જોષીપરાના અંબિકાનગરમાં આવેલ ગુરૂદ્વારા પાસેથી જીજે 11 બીકે 0628 નંબરના બાઇકની ચોરી થઇ હતી.આ અંગે બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન ચોરી કરનાર શખ્સને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર,એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઇ હુણ, મુકેશ મકવાણા અને વનરાજસિંહ ચુડાસમાને સંયુક્ત રીતે બાતમી મળી કે, બાઇકની ચોરી કરનાર શખ્સ જીજ્ઞેશ દિલસુખભાઇ સોલંકી ચિતાખાનાથી ગાંધીચોક વચ્ચેના જાહેર રસ્તા પરથી પસાર થઇ રહ્યો છે. બાદમાં બી ડિવીઝન પીઆઇ એન.આઇ. રાઠોડના માર્ગદર્શનમાં પીએસઆઇ આર.એચ. બાંટવા, ઇન્દ્રપાલસિંહ રાજપુત અને સ્ટાફે આરોપીને ઝડપી લઇ બાઇક કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...