ક્રાઇમ:ચિત્તાખાના ચોકમાંથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા જેલ નજીકથી દબોચી લઇ બાઇક કબ્જે

એલસીબીએ ચોરાઉ બાઇક સાથે 1 શખ્સને ઝડપી લઇ 30,000ની કિંમતનું બાઇક કબ્જે કર્યું છે.આ અંગે મળતી વિગત મુજબ એ ડિવીઝન પોલીસમાં બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપનારને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, એ.ડી. વાળા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી કે, જિલ્લા જેલ પાસેથી પસાર થતા શખ્સ પાસે ચોરાઉ બાઇક છે. બાદમાં બાઇક ચાલકને અટકાવી તપાસ કરતા તેમણે આ બાઈક ચોરાઉ હોવાનું કબુલ્યું હતું. એલસીબીએ જીજે 11 સીબી 1579 નંબરના 30,000ની કિંમતના બાઇક સાથે સંજય રાજુભાઇ સોલંકીને ઝડપી લઇ બાઇક સહિત એ ડિવીઝન પોલીસ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...