ધરપકડ:ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રિકેટ સટ્ટા માટે 5 લાખનું આઇડી જૂનાગઢના શખ્સ પાસેથી લીધું હતું

જૂનાગઢ એલસીબીએ ટી -20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લઇ તેની પાસેથી 18,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ક્રિકેટના સટ્ટાની પ્રવૃત્તિને નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.કે. ઝાલા અને ટીમને બાતમી મળી કે, બસ સ્ટેશન રોડની નહેરૂપાર્ક સોસાયટીમાં રહેતો વિકાસ ઉર્ફે પ્રકાશ કનુભાઇ વિઠ્ઠલાણી મોતીબાગ વિસ્તારમાં ઠંડાપીણાની અને નાસ્તાની દુકાનની આડમાં ક્રિકેટનો સટ્ટો ચલાવી રહ્યો છે.

બાદમાં દરોડો પાડતા વિકાસને ક્રિકેટની મેચમાં સટ્ટો રમાડતો ઝડપી લીધો હતો. એલસીબીએ સ્થળ પરથી મોબાઇલ ફોન, ટીવી,સેટઅપ બોક્ષ અને રોકડ રકમ મળી 18,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે હાજર નહિ મળી આવનાર ઝાંઝરડા રોડના તરંગભાઇની શોધખોળ હાથ ધરી છે.

દરમિયાન વધુ પૂછપરછમાં વિકાસે આ આઇડી ઝાલોરાપા વિસ્તારમાં રહેતા ઇમરાનભાઇ પાસેથી રૂપિયા 5,00,000માં લીધું હોવાની કબુલાત આપી હતી. હારજીતના રૂપિયા ઇમરાનને પાછળથી રોકડામાં આપતો હોવાની તેમજ પોતે પોતાના ગ્રાહકોના આઇડી ખોલી પાછળથી રોકડાની આપલે કરતો હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે સી ડિવીઝન પોલીસમાં ગુનો નોંધ્યો છે. જ્યારે અન્ય મળી ન આવેલ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...