પોલીસ કાર્યવાહી:વેરાવળમાં IPLના મેચ પર મોબાઈલ આઈડી મારફત સટ્ટો રમી રહેલ શખ્સ ઝડપાયો, 75 હજારની રોકડ અને આઈડી બેલેન્સ મળી આવી

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકાએક પોલીસની કાર્યવાહીથી આઈપીએલ ઉપર સટ્ટો રમતા લોકોમાં ફફડાટ

હાલ ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ લીગ પર વેરાવળમાં સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે સોમનાથ ટોકિઝ વિસ્તારમાં મોબાઈલમાં આઈડી મારફત સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ પાસેથી રોકડા 12 હજાર અને મળી આવેલ બંન્ને આઈડીમાં 62 હજારની બેલેન્સ મળી આવવાની સાથે બે શખ્સોના નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ રમાઈ રહેલ આઈપીએલ ક્રિકેટ લીગ ઉપર વેરાવળ સોમનાથનું યુવાધન સટ્ટો રમાવા ચડયું હોવાની લોકોમાં થઈ રહેલ વ્યાપક ચર્ચાઓ વચ્ચે લાંબા સમય બાદ પોલીસે કરેલ કાર્યવાહીથી ચકચાર પ્રસરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળમાં યુવાનો મોબાઈલ આઈડી મારફત સટ્ટો રમતા હોવાની મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એલસીબી પીએસઆઈ કે.જે.ચૌહાણએ સ્ટાફને સાથે રાખી શહેરમાં સોમનાથ ટોકિઝ રોડ ઉપર લકકી પ્રોવિઝન સ્ટોર પાસે આઇપીએલ -2022 ની લીગના ક્રિકેટ મેચ ઉપર મોબાઈલમાં ઓનલાઇન લીંક મારફતે લાઈવ સટ્ટો રમી રહેલ સાજીદ રજાકભાઇ ઐબાણીને રંગેહાથ પકડી પાડી તેના મોબાઈલમાંથી ક્રીકેટ ઉપર સટ્ટો રમવાની કુલ બે આઇ.ડી. માંથી એક આઇ.ડી.માં રૂ.31 હજાર તથા બીજી આઇ.ડી.માં રૂ.31,700 તેમજ રોકડ રૂ.12,750 તથા મોબાઇલ કી.રૂ.15 હજાર મળી રોકડ, બેલેન્સ મળી કુલ રૂ.90 હજારનો મુદામાલ મળી આવ્યો હતો.

જે અંગે સાહિદ રજાકભાઇ ઐબાણી સામે જુગાર ધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેની પાસેથી મળી આવેલ સટ્ટો રમવાના આઈડીની તથા ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમતા અન્ય બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...