તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સ તમંચા સાથે ઝડપાયો, SOGએ 5,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

કોડીનારમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા શખ્સને જૂનાગઢ એસઓજીએ ખલીલપુર રોડ પરથી દેશી તમંચા સાથે ઝડપી લીધો છે. ગેરકાયદેસર હથિયાર શોધી કાઢી આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એસઓજીએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન કોડીનારમાં મારામારીમાં સંડોવાયેલો બિલખાનો 20 વર્ષિય આરોપી મુસ્તફા રજાકભાઇ માલવીયા હાથ બનાવટના દેશી તમંચા સાથે ખલીલપુર રોડ પર ઉભો હોવાની બાતમી મળી હતી. બાદમાં એસઓજીના પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ જે. એમ. વાળા અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી તમંચો રૂપિયા 5,000 નો કબ્જે કર્યો હતો. બાદમાં હથિયાર ધારા ભંગના ગુના સબબ કાર્યવાહી અર્થે આરોપીને બી ડીવીઝન પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો