માલધારીનો ગૌ પ્રેમ:ત્રણ દિવસથી કડકડતી ઠંડીમાં ઠુંઠવાતી અબોલ વાછરડીને માલધારી યુવાનો સારવાર માટે લઈ ગયા

જુનાગઢ16 દિવસ પહેલા

ઠંડી વચ્ચે જૂનાગઢની મહિલા પોલીસ સ્ટેશન પાછળ આવેલી ગલીમાં ત્રણ દિવસથી બેભાન અવસ્થામાં પડેલી વાછરડીને જાણે કે જીવન મોત વચ્ચે જોલા ખાઈ રહી હતી. સ્થાનિકો દ્વારા સંસ્થાઓ નો જાણ કરાતા ડોક્ટરની ટીમ તેમજ સંસ્થાઓ ઇન્જેક્શન આપી સારવાર તો કરી ગઈ પરંતુ આ બોલ વાછરડીને કોઈ ત્યાંથી વધુ સારવાર માટે લઈ ગયા હતા.

હાર્દિક રબારી જણાવ્યું હતું કે સવારના સમયે દૂધ દેવા જતા ગલીમાં ફરતી આ વાસળી પર નજર પડી અને બપોરના સમય આવીને રીક્ષામાં લઈ ગઈ અને વધુ સારવાર કરશું. લોકોને અપીલ કરતા તેમને એવું પણ કહ્યું હતું કે માત્ર વાતો નહીં પરંતુ ગાયો પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરવા આપની આસપાસ જો કોઈ આવો અબોલ પ્રાણી જોવા મળે તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર આપી ગાય માતા પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરવો જોઈએ..

અન્ય સમાચારો પણ છે...