ક્રાઇમ:રૂપિયા વપરાઇ જતા લુંટ અને અપહરણની સ્ટોરી બનાવીતી

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયપાસ પાસેથી અપહરણ કરી, ઝેરી દવા પાઇ, 5 લાખની લુંટ કરી હોવાની થયેલી ફરિયાદનો પોલીસે ભાંડાફોડ કર્યો છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જોષીપરામાં રહેતા મુકુંદ ઉર્ફે મુકેશ કાંતીલાલ માવાણીએ 27 મેના રોજ ખાનગી દવાખાને દાખલ થઇ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાની કાર લઇને બાયપાસ રોડ પર જતા હતા ત્યારે સ્કોર્પીયો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કારને આંતરી, અપહરણ કરી, ઝેરી દવા પાઇ રૂપિયા 5 લાખની લુંટ ચલાવી છે. બાદમાં પોલીસે 3 ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા પરંતુ કાર કયાંય નજરે પડી ન હતી! બાદમાં આ ઉપજાવી કાઢેલ સ્ટોરી હોવાની શંકા જતા મુકુંદ ઉર્ફે મુકેશ માવાણીની પોલીસે પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે, ભાઇ અને પિતાએ કટકે કટકે 5 લાખ આપ્યા હતા પાક ધિરાણના ભરવાના હતા. જે વપરાઇ જતાં આ લૂંટની સ્ટોરી બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...