મજેવડીથી ભવનાથ સુધીનો રસ્તો ઝડપથી બનાવવા ઉદ્યોગ ભારતીના અમૃતભાઇ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે,જૂનાગઢ ખાતે ફેબ્રુઆરી મહિનામાં મહા શિવરાત્રી નો ભવ્ય મેળો યોજાનાર છે.
આ મેળાને લઘુ કુંભમેળાનો દરજ્જો અપાયો છે ત્યારે લાખો શ્રધ્ધાળુઓ મેળામાં ઉમટી પડશે. મથંર ગતિએ ચાલી રહેલા ભૂગર્ભ ગટર યોજનાના કામને ગતિ લાવવા માટે જે તે વિભાગને જરૂરી સુચના આપવામાં આવે તેવી અપેક્ષા છે કારણ કે,કામ પુરૂં નહિ થાય અને રોડ નહિ બને તો મેળામાં આવનાર લાખ્ખો ભાવિકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
અગાઉ પણ ગિરનાર પરિક્રમા મેળા પહેલા ભવનાથ તળેટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના કામને ઝડપથી પૂર્ણ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. હવે ટુંક સમયમાં લઘુ કુંભમેળા (શિવરાત્રી મેળા) નું આયોજન થનાર છે.
આવનાર લાખો યાત્રિકોને પડનાર મુશ્કેલીને ધ્યાને રાખીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચાલતા ભૂગર્ભ ગટર યોજનાના કામમાં ગતિ લાવવા માટે આપના દ્વારા યોગ્ય સુચના આપવામાં આવે એવી અપેક્ષા છે.હવે માત્ર થોડું કામ બાકી છે. જે રાત દિવસ કામ કરી ઝડપથી પુર્ણ થઈ જાય અને મજેવડી દરવાજાથી ભવનાથ તળેટી સુધી રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.