ગુજરાત સરકારે વ્યાજખોરીને ડામવા માટેની ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે આજે જૂનાગઢમાં પોલીસે 3 સ્થળે વ્યાજખોરીને લઇને લોકદરબાર યોજ્યો હતો. જેમાં વેપારીઓએ પોતપોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડ, ગાંધી ચોક અને દાણાપીઠમાં પોલીસે લોકદરબાર યોજ્યો હતો. જેમાં વેપારીઓએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ તકે એસપી રવિતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, મારી પાસે માંગનાથ રોડ પર જુદા જુદા પ્રકારની રજૂઆતો આવી છે. જેમાં પાર્કિંગ ન હોવાને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અહીં રોડ સાંકડો છે અને પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. એટલે ઘર્ષણ તો રોજ થાયજ. આવી સ્થિતીમાં પોલીસમાંથી જો તમને કોઇ એમ લાગે કે આ કોન્સટેબલ થકી સારું રહેશે તો તેને અમે પોઇન્ટ પર મૂકવા તૈયાર છીએ. એ રીતે માંગનાથ રોડ પર દુકાનોમાંથી ચોરીના બનાવો અને માલ લઇ જઇને પૈસા ન આપવાના બનાવો બન્યા છે. અને લઇ જનારે સામી ફરિયાદ કરવાની ધમકી આપી છે. તો આવા બનાવોમાં વેપારીઓ ફરીયાદ નોંધાવે.
નાનામાં નાની બાબત હોય તો પણ તમે ફરીયાદ કરો. આ રોડ પર જ્યાં સુધી 10-15 લોકો એકઠા નથી થતા ત્યાં સુધી કોઇ ફરીયાદ નથી કરતું. એ રીતે જો કોઇ તમારી સાથે વ્યાજખોરી કરતું હોય તો કાયદામાં 3 વર્ષની સજાની જોગવાઇ છે. પણ તમે રોકડ રકમ બને તો ઓનલાઇન પેમેન્ટ કરો. અથવા લેવડદેવડના પુરાવા રાખો તો પોલીસ માટે સરળ થઇ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.