તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહારાણા પ્રતાપની જન્મ જયંતિ:મહારાણા પ્રતાપ ભગવદ્ ગીતાના સિદ્ધાંત મુજબ લડ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન વિધાન સભામાં મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકાશે

મહારાણા પ્રતાપની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ભગવદ્વિતા, મહારાણા પ્રતાપ અને ભારત વિષય પર રાષ્ટ્રિય કક્ષાનો ઓનલાઇન વેબીનાર યોજાયો હતો. આ તકે મુખ્ય વક્તા રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ ભગવદ્દ ગીતાના સિદ્ધાંત મુજબ યુદ્ધ લડયા હતા.

રાજસ્થાન વિધાનસભામાં તેમની પ્રતિમા મૂકાશે. મુખ્ય અતિથી રવિ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,રાષ્ટ્રિય સુરક્ષા અને પરિવર્તનની શરૂઆત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરી શકશે. મુખ્ય અતિથી ગોપાલકૃષ્ણ વ્યાસે જણાવ્યું હતું કે,દેશની અસ્મિતા અને સંસ્કૃતિને બચાવવા મહારાણા પ્રતાપ હલ્દીઘાટીનું યુદ્ધ લડ્યા હતા. વિશિષ્ઠ અતિથી રજનીશ શુક્લે જણાવ્યું હતું કે, શુરવિરતા, માનવતા અને બલીદાનનું પ્રતિક હલ્દીઘાટીના યુદ્ધમાં જોવા મળે છે.

આર. એસ. દુબેએ જણાવ્યું હતું કે, માનવ અધિકારનું રક્ષણ એ ગીતાનો સાર છે. સુષ્મા યાદવે જણાવ્યું હતું કે,માતૃભૂમિ માટે લડાઇ કરનાર મહારાણા પ્રતાપ હતા. કુલપતિ પ્રો. ડો.ચેતનભાઇ મહેતાએ રાષ્ટ્રિય એકતા, સત્યનિષ્ઠા,ચરિત્ર નિર્માણ વગેરે વિષય પર ગહન ચિંતન રજૂ કર્યું હોવાનું પરાગ દેવાણીએ જણાવ્યું હતું. વેબીનારનું સંચાલન ડો. જયસિંહ ઝાલાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...