છેલ્લા કેટલાક દિવસથી ગૌધનમાં લમ્પી વાયરસનું સંક્રમણ વધ્યું છે. અને તંત્ર પણ સતર્ક બન્યું છે. તેમજ લોકો દ્વારા પણ ઠેર ઠેર રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.સુત્રાપાડા : તાલાલા તેમજ સુત્રાપાડાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ ટીમ દ્ધારા તાલાલા પંથકના ગામડાઓમાં રખડતી ગાયોને તેમજ ગૌશાળામાં નિશુલ્ક રસી આપવામાં આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં લમ્પી વાયરસને અટકાવવા તંત્ર પણ સતર્કતાથી કામ કરી રહી રહ્યું છે. જ્યારે લમ્પી વાયરસને લઈ ગીર-સોમનાથ જિલ્લામાં 8546 પશુઓનું રસીકરણ કરાયું છે.
જિલ્લામાં સીંગસરમાં 9, પ્રાંચીમાં 4, પ્રા.પાટણમાં 9 અને પ્રાંસલી ગામે 2 પશુઓ મળી કુલ 24 પશુઓમાં વાયરસ જોવા મળ્યો છે. જેને લઈ આ 4 ગામમાં જ 7136 પશુધનનું વેક્સીનેશન કરાયું છે. સાથે જ પશુઓના રહેણાંકના સ્થળોને સ્વચ્છ કરવામાં આવી રહ્યાં છે.
વેરાવળ : ગીર સોમનાથના સુત્રાપાડા પંથકનાં સીંગસર અને પ્રાસલી ગામમાં 10 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. જેની વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લઈ બિમાર પશુઓની સારવાર કરાઈ છે. સાથે અન્ય પશુમાં આ રોગ ન ફેલાય એ માટે તંત્રની 6 ટીમ દ્વારા સર્વે કરીને તકેદારી રખાઈ રહી છે. સાથે જિલ્લાના તમામ તાલુકામાં નોડલ અધિકારીની નિમણૂંક કરાઈ છે. સાથે પશુ હેલ્પલાઈન નંબર-1962 પર અથવા નજીકના પશુ દવાખાનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
માળિયા : માળિયામાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે પશુ ડોક્ટર આર.બી.સોલંકી, ડો.વિપુલ મોરી, કેતન કછોટ, મુકેશ પટેલ, કૃપાલ રાઠોડ સહિત પશુ દવાખાનાની ટીમ દ્વારા આંબેચા, ભંડુરી, ખેરા, ચોરવાડ, વિસણવેલ સહિતના ગામોમાં રખડતા પશુ તેમજ ગૌશાળાઓમા રૂબરૂ જઈ કુલ 5930 પશુધનને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં ડો.સોલંકીએ કહ્યું હતું કે, કુલ 12 પશુઓના મોત નિપજેલ છે. જેમાં 2 પશુના લમ્પી વાયરસથી જ્યારે 10નાં અન્ય બિમારી સબબ થયા છે. હાલ માળિયા પશુ દવાખાની ટીમ દ્વારા દેખરેખ રખાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.