લમ્પી રોગનો ભરડો:કયાંય જગ્યા નથી એટલે સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં લમ્પી સંક્રમિત ગાયો રાખી, ક્રિકેટ ફરજીયાત બંધ

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરના પશુઓમાં લમ્પી વાયરસના સંક્રમણને લીધે અનેક સ્થળે પાલતુ પશુઓ ટપોટપ મોતને ભેટે છે. લમ્પી વાયરસથી સંક્રમિત થયેલા પશુઓને બીજાથી અલગ રાખવા પડે છે. બીજી તરફ મનપા પાસે પકડેલા કે સારવાર માટેના ઢોરને રાખવા માટેની જગ્યાજ નથી.

આથી અત્યારે શહેરમાં જે ગાયોને લમ્પી વાયરસનો ચેપ લાગ્યો છે એને મનપા હસ્તક સ્વામી વિવેકાનંદ વિનય મંદિરના ગ્રાઉન્ડમાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં રાખવામાં આવી છે. બીજી તરફ અહીં વરસાદ ન હોય એવા દિવસોમાં શહેરના બાળકો સીઝન ક્રિકેટની પ્રેક્ટીસ કરતા હોય છે. આથી તેઓમાં લમ્પી વાયરસના ચેપનો ભય ફેલાયો છે. હાલ અમુક બાળકોના વાલીઓએ સ્પોર્ટસ કોમ્પલેક્ષ મોકલવાનું બંધ પણ કરવું પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...