181 અભયમ મહિલા હેલ્પલાઇન:ઓનલાઇન પ્રેમ થયો, યુવતિ ઘરેથી ભાગી, બોયફેન્ડ્ર તેડવા ન આવ્યો !

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતિની મદદે આવી જૂનાગઢ 181ની ટીમે કાઉન્સેલીંગ કર્યું

181ની ટીમને જૂનાગઢના બસ સ્ટેન્ડમાંથી એક યુવતિનો ફોન આવ્યો હતો અને મદદની માંગ કરી હતી. દરમિયાન 181ની ટીમના કાઉન્સેલર અરૂણાબેન રમેશભાઇ કોલડીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ, પાઇલોટ રાજેશ ગઢવી વગેરે બસ સ્ટેશનમાં દોડી ગયા હતા અને યુવતિનો સંપર્ક કર્યો હતો. બાદમાં કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું કે, યુવતિને એક યુવક સાથે સોશ્યલ મિડીયાના માધ્યમથી પ્રેમ થયો હતો.

આ બાબતની જાણ થતા માતા પિતાએ ઠપકો આપ્યો હતો. બાદમાં યુવતિ ઘરે કોઇને કહ્યા વિના બસમાં બેસી જૂનાગઢ તેના બોયફ્રેન્ડને મળવા આવી પહોંચી હતી. જોકે, જૂનાગઢ આવ્યા બાદ બોયફ્રેન્ડને ફોન કરતા યુવકે તેડવા આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાદમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. દરમિયાન 181ની ટીમે યુવતિના માતા પિતાને જાણ કરી છે અને જ્યાં સુધી તે ન આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે. આમ, ઓન લાઇન પ્રેમનો આ કિસ્સો અન્ય યુવતિઓ માટે પણ લાલબત્તી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...