જાહેરનામું:સવારના 6 વાગ્યાથી રાતના 10 સુધી જ લાઉડ સ્પિકર વગાડવાની મંજુરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સભા-સરઘસમાં દંડા,તલવાર,ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી, લાઠી લઇ જઇ નહિ શકાય​​​​​​​
  • ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પિકર, સભા-સરઘસ અંગે જાહેરનામું

ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારbો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પિકર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આથી જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજે લાઉડ સ્પિકર અને સભા-સરઘસ અંગે જાહેરનામું બહાર પાડયું છે.જાહેરનામા મુજબ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પિકર વગાડી શકાશે નહીં. આ લાઉડ સ્પિકર લગાડવા શરતોનું પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પિકર ફકત સવારનાં 6:00 થી રાત્રીના 10-00કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય તે રીતે વગાડવાના રહેશે.

લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય તો સદરહુ કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઇપણ અડચણ ન થાય તે રીતે તદન ધીમા અવાજથી વગાડવાના રહેશે. મંજૂરી મળ્યા બાદ જ સભા સરઘસનું આયોજન કરવાનું રહેશે. તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે.

સભા-સરઘસમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઇ ચીજો લઇ જવી, કોઇપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની, કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલ મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ, આકૃતિઓ, પુતળા દેખાડવાની/બાળવાની હોય તેવા ભાષણ આપવાની,ચાળા, ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની અને દેખાડવાની, તેનો ફેલાવો કરવાની મનાઇ ફરમાવવામાં આવેલ છે. આ હુકમનો ભંગ કરનાર ચૂંટણી અંગેના આચાર સંહિતાની જોગવાઇઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે. આ હુકમ સમગ્ર જૂનાગઢ જિલ્‍લાના વિસ્‍તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા અમલમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...