કાર્યક્રમ:ખોરાસામાં 22 થી 27 એપ્રિલ પ્રભુ વેંકટેશજીનો બ્રહ્મોત્સવ ઉજવાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું ધ્વજારોહાણ, રથયાત્રા સહિત કાર્યક્રમો

તિરૂપતિ ઉત્સવ સમિતીના વડપણ હેઠળ 22 થી 27 એપ્રિલ ખોરાસા ખાતે ભગવાન વેંકટેશનો બ્રહ્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ સાથે આ વર્ષે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રભુ વેંકટેશને 22 એપ્રિલે સવારે 8 કલાકે ધ્વજારોહણ, અંકુરારોપણ અને 9 કલાકે હંસવાહન અને રાત્રે 9 કલાકે ચંદ્રવાહન તેમજ 23 એપ્રિલના કદમ્બર વાહનમાં સવારે 9 અને હનુમાન વાહનમાં રાત્રીના 9 કલાકે મંદિર પરીસરમાં ભ્રમણ કરાવવામાં આવશે.

24મી એપ્રિલે સુર્ય અને સાંજે 5 કલાકે શેષ વાહન પર મંદિર, નગર ભ્રમણ કરાવવામાં આવશે. તેમજ 25 એપ્રિલે તિરૂમંજન, શ્રવણ નક્ષત્ર સવારે 9 કલાકે અને રાત્રે 9 કલાકે ગરૂડ વાહન પર ઉપવનમાં વિહાર કરાવવામાં આવશે. 26મીએ સવારે 10 કલાકે પ્રભુ વેંકટેશને રથમા બિરાજમાન કરાવી વૈષ્ણવ સમુદાય સાથે ઉપવનમાં વિહાર કરી સાંજે 7 વાગ્યે રથ યાત્રા મુળ મંદિરે પરત ફરશે. તેમજ રાત્રે 9 કલાકે અશ્વ વાહન પર પરકાલલીલાના ભાવિકો દર્શન કરી શકશે.

જ્યારે 27મીએ સવારે 10 કલાકે દીક્ષા વિધી, સવારે 11 કલાકે ભોજન ભાઈઓ માટે અને 12 કલાકે બહેનો માટે યોજાશે. તેમજ બ્રહ્મોત્સવની પૂર્ણાહૂતીએ શાંતિ ઉત્સવ ઉજવાશે. સર્વે ભાવિકોએ પ્રભુના દર્શનનો લાભ લેવા સમિતીના સંચાલકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...