ધાર્મિક:ભગવાન સ્વામિનારાયણને ધરાશે 1,600 કિલો વાનગીનો અન્નકૂટ

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં નૂતન વર્ષે ભગવાન સ્વામિનારાયણને 1,600 કિલોની વાનગીનો અન્નકૂટ ધરવામાં આવશે. ત્યારે સંતોના માર્ગદર્શન હેઠળ હરિભક્તો આ વાનગી બનાવી રહ્યા છે.

આ અંગે શહેરના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલના હરિનારાયણસ્વામિએ જણાવ્યું હતું કે, નૂતન વર્ષ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરવામાં આવશે. આ અન્નકૂટ તા. 5 નવેમ્બર, શુક્રવારના સવારના 6થી બપોરના 1 વાગ્યા સુધી ધરાશે જેના દર્શનનો હરિભકતો લાભ લઇ શકશે. આ અન્નકૂટમાં 1,100 કિલો મિઠાઇ હશે અને 5,00 કિલો ફરસાણ હશે.

હાલ જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામિના માર્ગદર્શનમાં હરિભક્તો અન્નકૂટ બનાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢની તમામ ધર્મપ્રેમી જનતાને અન્નકૂટ દર્શનનો લાભ લેવા ઉપસ્થિત રહેવા જણાવાયું છે. દરમિયાન ગુરૂકુલની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થયા હોય નૂતન વર્ષ બાદ 6 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી ત્રિ દિવસીય ષષ્ઠીપૂર્તિ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...