નિર્ણય:રાત્રીના 9 થી સવારના 6 સુધી લાંબા રૂટની એસટી સેવા બંધ, રાત્રી કફર્યૂના કારણે 11 જૂન સુધીનો નિર્ણય

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ, અમદાવાદ, ભૂજ, દાહોદ, વડોદરા, સુરતના રૂટ રાત્રે નહીં ચાલે

જૂનાગઢ એસટી વિભાગે રાત્રીના 9 થી સવારના 6 સુધી લાંબા રૂટની એસટી સેવા બંધ રાખી છે. કફર્યૂનો સમય લંબાવાતા આ સેવા 11 જૂન સુધી બંધ રહેશે. ત્યાર બાદ સરકારની ગાઇડ લાઇન મુજબ નિર્ણય કરવામાં આવશે. આ અંગે એસટીના ડિવીઝનલ ટ્રાફિક કન્ટ્રોલર રજની પિલવાઇકરે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધતા 36 શહેરોમાં રાત્રીના કફર્યૂની સમય મર્યાદા લંબાવાઇ છે. રાત્રીના 9 થી સવારના 6 સુધીના રાત્રી કફર્યૂની સમય મર્યાદા 11 જૂન સુધી કરાઇ છે.

પરિણામે એસટીના ડિવીઝન કન્ટ્રોલર જી.ઓ. શાહની સૂચનાથી રાત્રીના 9 થી સવારના 6 સુધીના લાંબા રૂટની એસટી સેવા 11 જૂન સુધી બંધ રહેશે. આમાં ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ, ગાંધીધામ, ભૂજ, ગોધરા, દાહોદ તરફ સંચાલન થતી એસટી સેવા 11 જૂન સુધી બંધ રહેશે. ત્યારે મુસાફરોને સવારે 6 થી રાત્રીના 9 સુધીમાં મુસાફરીનો લાભ લેવો. હાલ કુલ 255 શિડ્યુલની 737 ટ્રીપ દ્વારા 1,13,165 કિમીનું સંચાલન ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...