ધારાસભ્યને રૂપિયાથી ઢાંકી દીધા:જૂનાગઢના મેંદરડામાં લોકડાયરો યોજાયો, જવાહર ચાવડા પર એટલા રૂપિયા ઉડ્યા કે આખે આખા ઢંકાઈ ગયા

જૂનાગઢ19 દિવસ પહેલા
  • ડાયરામાં એકત્ર થયેલી રકમ 37 જેટલી ગૌશાળાઓને આપવાનો નિર્ણય કરાયો

સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને ચલણી નોટનો વરસાદ ન થાય તેવું ભાગ્યે જ બને. જૂનાગઢના મેંદરડા તાલુકામાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં ધારાસભ્ય જવાહર ચાવડા પર એટલા રૂપિયા ઊડ્યા હતા કે ધારાસભ્ય દેખાતા બંધ થઈ ગયા હતા. કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોકડાયરામાં ઉપસ્થિત લોકોએ મનમૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

જવાહર ચાવડા ચલણી નોટથી ઢંકાઈ ગયા
લોકડાયરામાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા પર ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો. જવાહર ચાવડાને બેસાડી તેની માથે એટલા રૂપિયાનો વરસાદ કરાયો કે ચલણી નોટનો ડુંગર થઈ ગયો. ધારાસભ્ય ચલણી નોટની નીચે ઢંકાઈ ગયા હતા.

સંતો મહંતોના સાંનિધ્યમાં ગાયોના સંવર્ધન તથા સંરક્ષણ માટે લોકડાયરાનું આયોજન મેંદરડામાં નાજાપુર રોડ ખાતે માણાવદર મેંદરડા વિસ્તારના ધારાસભ્ય એવા પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતું. લોકડાયરામા પ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર સાથે અનેક કલાકાર સંગીતવૃંદ સાજીંદાઓ સાથે હાજર રહ્યા હતા. મેંદરડા, માણાવદર, વિસાવદર, કેશોદ, માળીયા સહિતના તાલુકાઓમાંથી મહાનુભાવો, સંતમહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...