તપાસ:દેવલમાનાં આશ્રમ ખાતે લોકડાયરો ડાયરો યોજાયો : મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણ આયોજકો સામે ગુનો નોંધી તપાસ આદરી

જૂનાગઢનાં બલીયાવડની સીમમાં આવેલા દેવલમાંનાં આશ્રમ ખાતે 14 નવેમ્બરનાં રાત્રીનાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો પડ્યા હતા. જેમાં પોલીસે આયોજકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢનાં બલીયાવડ ગામની સીમમાં આવેલા દેવલમાંનાં આશ્રમ ખાતે જીતેન્દ્ર પબુભાઈ ગઢવી (રહે. બલીયાવડ), રણમલ કરમણભાઈ ગઢવી (રહે. ભાડા તા.માંડવી) અને કાનીયા માણેકભાઈ ગઢવી (રહે. ભાડા તા.માંડવી)એ મળી 14 નવેમ્બરનાં રાત્રીનાં 9 થી સવારનાં 4 વાગ્યા સુધી લોકડાયરાનું આયોજન કર્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉમટી પડયા હતા. જેને લઈ પો.હેડ.કોન્પોસ્લીટેબલે જાહેરનામાના સહિતનાં કાયદાનો ભંગ કર્યાની આયોજકો સામે ફરિયાદ નોંધતા જૂનાગઢ તાલુકા પોલીસનાં હેડ.કોન્સટેબલ પી.એસ.આંત્રોલીયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...