હાલ સમગ્ર ગુજરાતમાં વ્યાજ ખોરોને ડામવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે અને જુનાગઢ જિલ્લામાં ભોગ બનેલા વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદ કરવાનું ટાળવા લોકો માટે જૂનાગઢ જિલ્લા પોલીસ જાગૃતતા ફેલાવી રહી છે ત્યારે. માણાવદર તાલુકાના નાનડીયા ગામ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી વિરુદ્ધ ચાલતી ઝુંબેશ અંતર્ગત વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે આગળ આવવા કેશોદ વિભાગના ડીવાયએસપી બી.સી.ઠક્કરે અપીલ કરી છે.
આ અંગે માણાવદર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એન. રાઠોડઅને માણાવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે.બી.લાલકાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની આ ઝુંબેશ માં વ્યાજખોરોના દુષણ ને ડામવા અને લોકોની મજબૂરી નો લાભ ઉઠાવી ઊંચા દરે નાણા ધીરવામાં આવે છે અને ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરીને એનકેન પ્રકારે નાના માણસોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ત્યારે આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે આવા કોઈ લોકો ભોગ બન્યા હોય તો આપ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કરશો. આ લોક દરબારમાં નાનડીયા ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો અને વેપારીઓ જોડાયા હતા...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.