રજૂઆત:10 દિમાં 2 કોર્ટ, 2 ન્યાયાધીશની નિમણુંક ન થાય તો લોક અદાલતનો બહિષ્કાર

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેન્ડીંગ કેસોનો ભરાવો હોય અરજીનો ઝડપી નિકાલ થઇ શકતો નથી
  • 9 માસમાં 4 રજૂઆત છત્તાં નિર્ણય ન લેવાતા જૂનાગઢ વકિલ મંડળની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત

જૂનાગઢમાં 2 કોર્ટ અને 2 ન્યાયાધીશની નિમણુંક કરવા માંગ કરાઇ છે. સાથે 10 દિમાં યોગ્ય નિર્ણય ન કરાય તો દરેક લોક અદાલતનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારાઇ છે. આ અંગે જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઇ ઝીંઝુવાડીયા અને સેક્રેટરી મનોજભાઇ દવેએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માંગ કરી છે. માંગમાં જણાવાયું છે કે, જૂનાગઢ શહેરની કોર્ટોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ખૂબજ હોવા છત્તાં કોર્ટોની સંખ્યા પૂરતી નથી. પરિણામે દિવાની, વાહન અકસ્માતોના કેસો, દિવાની અપીલ, જામીન અરજીઓ વગેરેનો ઝડપી નિકાલ થઇ શકતો નથી.

પરિણામે અનેક હાડમારી ભોગવવી પડતી હોય બાર એસોસિએશન દ્વારા જૂનાગઢમાં 2 ડિસ્ટ્રિક્ટ કોર્ટો તેમજ 2 સિનીયર ડિવીઝન જ્જની નિમણુંક કરવા માંગ કરાઇ હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટમાં છેલ્લા 9 માસમાં 4 વખત લેખિત રજૂઆત છત્તાં કોઇ નિર્ણય કરાયો નથી. ત્યારે હવે દિવસ 10માં જો 2 ડિસ્ટ્રીક્ટ કોર્ટોની તેમજ 2 સિનીયર ડિવીઝન જ્જોની કોર્ટના ન્યાયાધીશોની નિમણુંક કરવામાં નહિ આવે તો જૂનાગઢ બાર એસોસિએશન દરેક લોક અદાલતનો બહિષ્કાર કરશે.

અન્ય સમાચારો પણ છે...