જૂનાગઢના નવાબના સાળા અને જે પોતે ભણ્યા નહોતા એ વઝીર બહાઉદ્દીનભાઇના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. આ સાથે જ હવે જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમા સ્થળો હવે જીવંત બની જશે.1897માં જેનો પાયો નંખાયો હતો એ બહાઉદ્દીન કોલેજમાં વર્ષ 1900થી અભ્યાસકાર્ય શરૂ થઇ ગયું હતું. તે સમયે આ કોલેજનું મુંબઈ યુનિવર્સિટિ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.
હાલ લગભગ 1964/1965,થી તે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સાથે જોડાયેલી છે તેના બિલ્ડિંગનું જૂની બાંધણીવાળું કલાત્મક માળખું, એ સમયનો એશિયાનો એકપણ પીલરના ટેકા વિનાનો સેન્ટ્રલ હોલ, વગેરે બાબતોને કાયમી ધોરણે જાળવી રાખવા માટે ખુદ રાજ્ય સરકાર જ કાર્યરત થશે. આ બિલ્ડિંગની ઇમારતની વિશેષતા એ છે કે, તેના મધ્ય ખંડ 100 ફૂટ લાંબો અને 60 ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી. એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે.
ઇમારતની વિશેષતા
અઢી કરોડના કામોની પ્રપોઝલ મંગાવાઇ છે: પ્રિ. બારસિયા
કોલેજના બિલ્ડિંગની મરામતની વાત 2 વર્ષથી ચાલતી હતી. અને 2.5 કરોડ સુધીની મર્યાદામાં કામો સુચવવાની પ્રપોઝલ ઉચ્ચ શિક્ષણ વિભાગે મંગાવી છે. અમે આ માટે સ્ટેટ પવડીનો સંપર્ક કર્યો છે. ત્યાંથી પ્રપોઝલ આવ્યા બાદ શિક્ષણ વિભાગને મોકલાશે. જેમાં ખાસ કરીને હાલ ઉપરના માળે છતમાંથી પાણી પડતું હોઇ તેની મરામત, ખવાઇ ગયેલા બારી બારણાંનું રીપેરીંગ, ટોઇલેટ બ્લોકની નીચેના ભાગે પથ્થરમાં લૂણો લાગ્યો હોઇ તે કાઢવા સહિત હેરિટેજ પ્લાસ્ટરના કામો કરાશે. - ડો. પી. વી. બારસિયા, પ્રિન્સિપાલ, બહાઉદ્દીન આર્ટસ કોલેજ
1982માં સાયન્સ-આર્ટસ કોલેજ જુદી થઇ
1900 માં જ્યારે આ કોલેજમાં શિક્ષણ શરૂ થયું ત્યારથી આર્ટસ અને સાયન્સ કોલેજ એકજ હતી. પણ 1942 માં સાયન્સ લેબોરેટરી અને રસાયણશાસ્ત્ર વિષય માટે હાલની સાયન્સ કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું. એ વખતે તેનું નામ અબ્દુલ કાદીર બ્લોક હતું. જ્યારે 1982 માં આર્ટસ અને સાયન્સ બંને કોલેજો જુદી બનાવી દેવાઇ. - ડો. રાજેશ પી. ભટ્ટ, પ્રિન્સિપાલ, બહાઉદ્દીન સાયન્સ કોલેજ
4 યુનિ.ના કાર્યક્ષેત્રમાં રહી ચૂકી છે
બોમ્બે યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.