તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોલાની આડમાં દારૂનું વેચાણ:જૂનાગઢના ભાટ ગામમાં આઈસ ગોલાની આડમાં દેશી દારૂનું વેચાણનો સ્થાનિક મહિલાઓએ પર્દાફાશ કર્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

જૂનાગઢ13 દિવસ પહેલા
 • પોલીસ કાર્યવાહી કરે તેવી મહિલાઓની માગ

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ભાટ ગામમાં ગઈકાલે બરફ ગોલા વેચવા આવેલા એક શખ્સ પાસેથી મહિલાઓએ દેશી દારૂ પકડી પોલીસને કરવાની થતી કામગીરી કરી હતી. મહિલાઓએ બરફ ગોલા વેંચવાની આડમાં દેશી દારૂ વેંચાતો હોવાની ફરિયાદ કરી આ મામલે પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગણી કરી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. તો બીજી તરફ પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ હોવાનું જાણવા મળેલ છે.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામમાં દેશી દારૂનું દુષણ વધી ગયું હોવાથી ગામની મહિલાઓએ થોડા દિવસો પહેલા વોચ ગોઠવી એક શખ્સને દેશી દારૂના બાચકા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

ત્યારબાદ ગઈકાલે મહિલાઓને રીક્ષામાં બરફ ગોલા વેંચવા આવતો શખ્સ બરફ ગોલાની આડમાં દેશીદારૂ વેંચતો હોવાની માહિતી મળી હતી. જેને લઈ મહિલાઓએ વોચ ગોઠવી હતી અને રિક્ષામાં બરફગોલાચવા આવેલા રાકેશ નામના યુવકની લારીમાંથી દેશી દારૂની કોથળીઓ પકડી હતી. આ શખ્સે દારૂ ચોકલીથી લઇ આવ્યાની કબુલાત આપી હતી. પરંતુ કોની પાસેથી લાવ્યો તેનું નામ જણાવ્યું ન હતું.

મહિલાઓએ આ શખ્સની બરફ ગોલાની રિક્ષામાંથી દેશી દારૂ પકડાયો હોવાનો વીડિયો બનાવી તે વાઇરલ પણ કર્યો હતો અને દારૂ મામલે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવે એવી માંગણી કરી હતી. આમ મહિલાઓએ દારૂ પકડ્યાનો વીડિયો વાઈરલ થતા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો