તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ એ લસીબીએ 12 ગુનામાં સંડોવાયેલા જૂનાગઢના લીસ્ટેડ બુટલેગરના સુરતા કામરેજ પાસેથી ઝડપી લીધો છે. જ્યારે હદપાર ભંગ કરનારને પણ નીચલા દાતાર વિસ્તારમાંથી દબોચી લીધો છે.રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંઘ પવારની સૂચના અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનમાં બુટલુેગરોને ઝડપી લેવા એલસીબીએ અભિયાન ઉપાડ્યું છે. દરમિયાન જૂનાગઢના બી અને સી ડિવીઝન તેમજ જિલ્લાના વંથલી, કેશોદ,માણવદર વગેરે પોલીસ સ્ટેશનમાં 12 પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી સમીર ઉર્ફે સમુ ડોસાભાઇ કોડિયાર છેલ્લા નવેક માસથી પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો હતો. દરમ્યાન તે સુરતના કામરેજ વિસ્તારમાં હોવાની બાતમીના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પીઅેસઆઇ ડી. જી. બડવા અને સ્ટાફે તેને ઝડપી લીધો હતો.
દરમ્યાન જૂનાગઢના દાતાર રોડ પર લેપ્રેસી હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતો કાળુ સીદીભાઇ બ્લોચ (ઉ. 50) નામના શખ્સને એક વર્ષ માટે હદપાર કરાયો હતો. દરમ્યાન એલસીબીના વિક્રમભાઇ ચાવડા, દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા અને કરશનભાઇ કરમટા નીચલા દાતાર રોડ પર પેટ્રલીંગમાં હતા ત્યારે એક શખ્સ તેમને જોઇને ભાગવા લાગતાં પોલીસે તેને દોડીને પકડી પાડ્યો હતો. પકડાયેલો શખ્સ હદપાર થયેલો કાળુ સીદીભાઇ બ્લોચ હોવાનું માલુમ પડતાં પોલીસે તેને પકડી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.