તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહોનું નવું ઘર:ગીરના સાવજોએ વિસાવદર નજીક આંબાજળ ડેમ પાસે ધામા નાંખ્યા, લટાર મારતા સિંહોનો વીડિયો વાઇરલ

જૂનાગઢ3 મહિનો પહેલા
ડેમ આસપાસ લટાર મારતા વનરાજા
  • ડેમની પાળી ઉપર સિંહો લટાર મારતા હોય તેવા વીડિયો વાયરલ થયો
  • ડેમ આસપાસના વિસ્તારમાંથી સહેલાઈથી ખોરાક અને પાણી મળી રહેતા સિંહોના મુકામનું અનુમાન

જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક વિખ્યાત યાત્રાધામ સતાધાર પાસે આવેલ આંબાજળ ડેમને સિંહોએ પોતાના વસવાટ માટે હંગામી રહેઠાણ બનાવ્યું હોય તેમ ઘણા દિવસોથી રાત દિવસ ત્યાં વસવાટ કરતા નજરે પડી રહ્યા છે. ગીર જંગલની બોર્ડર પાસે આવેલ આ જળાશયમાં પાણી અને આસપાસના વિસ્તારમાંથી ખોરાક અને પાણી બંન્ને મળી રહેતા સિંહોને જંગલ પાસેથી આ રેવન્યુ વિસ્તારની જગ્યા ગમી ગઈ હોવાનું જંગલખાતાના જાણકારો જણાવી રહ્યા છે.

સિંહો પાણી વાળા વિસ્તારની આસપાસ વસવાટ કરતા જોવા મળ્યા

આ વિસ્તારમાં ડેમની પાળી પર સિંહો લટાર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહો ડેમની પાળી ઉપરાંત પાણીની આસપાસ પણ લટાર મારતા જોવા મળી રહ્યાં છે. ડેમની મુલાકાતે જનારાઓને પણ એક કરતા વધુ વખત સિંહો નજરે પડયાનું જણાવાય રહ્યું છે. આમ, હાલ આકારા ઉનાળામાં ખોરાક અને પાણી બંન્નેની ડેમ આસપાસના વિસ્તારમાંથી મળી રહેતા હોવાથી સિંહોએ આ વિસ્તારમાં હંગામી રહેણાંક બનાવ્યું છે. આમ પણ કાળઝાળ ગરમીના સમયમાં સિંહો પાણી વાળા વિસ્તારની આસપાસ જ વસવાટ કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...