ડણકથી સક્કરબાગ ઝૂ ગુંજી ઊઠ્યું:સિંહ-સિંહણ મેટિંગ દરમિયાન આક્રમક જોવા મળ્યાં, સિંહની ત્રાડો સાંભળી પ્રવાસીઓ આશ્ચર્યચકિત

જૂનાગઢ16 દિવસ પહેલા
  • પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા પ્રવાસીએ સિંહ-સિંહણની લડાઈનાં અદભુત દૃશ્યો કેમેરામાં કેદ કર્યાં

ગીર જંગલમાં સિંહ-સિંહણની લડાઈના અનેક અદભુત વીડિયો સામે આવ્યા છે, પરંતુ જૂનાગઢના સક્કરબાગ ઝૂની અંદર પાંજરામાં સિંહ-સિંહણના મેટિંગ દરમિયાન થયેલી લડાઈનો અદભુત વીડિયો એક પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે. સિંહ-સિંહણની લડાઈની ત્રાડથી સમગ્ર સક્કરબાગ ઝૂ ગુંજી ઊઠ્યું હતું.

પ્રવાસીએ કેમેરામાં કેદ કરેલો વીડિયો વાઇરલ
જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક પ્રવાસી મિલન દાણીધાણિયાએ પોતાના કેમેરામાં સિંહ-સિંહણની લડાઈનાં અદભુત દૃશ્યો કેદ કરી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. એમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર પાંજરામાં રહેલાં સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ માટે લડાઈ થાય છે અને એકબીજા પર હાવી થવા માટે બન્ને સામ-સામે ત્રાડો નાખીને આખું પ્રાણી સંગ્રહાલય ગુંજવી દીધું હતું. આ ઘટના હાજર સૌ પ્રવાસી અને બાળકો નરી આંખે નિહાળી આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં.

સિંહમાં મેટિંગ દરમિયાન આવું વર્તન સામાન્ય છે- RFO
આ અંગે ઝૂના આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે આવી ઘટના જંગલમાં સામાન્ય છે, પરંતુ ઝૂની અંદર પાંજરામાં ક્યારેક જ બને છે, એમાંય સિંહોમાં મેટિંગ દરમિયાન આવું વર્તન સામાન્ય છે. મેટિંગ સમયે બંને આક્રમક મૂડમાં જોવા મળતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...