તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભવનાથમાં સિંહ:જૂનાગઢના ભવનાથમાં સિંહે ગાયનું મારણ કર્યું, વીડિયો વાયરલ, સિંહ જોવા લોકોના ટોળા એકઠા થયા

જૂનાગઢએક મહિનો પહેલા
સિંહ જોવા માટે લોકોના ટોળા એકઠા થયા
 • મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે લોકોને દૂર ખસેડ્યા

ગીર વિસ્તારમાં રહેતા સિંહ શિકારની શોધમાં જૂનાગઢ શહેર સુધી આવતા થયા છે. ત્યારે ગઈકાલે રાત્રિના સમયે વધુ એકવાર બે સિંહ ભવનાથ તળેટીમાં આવી પહોંચતા સિંહ જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા.

ભવનાથના નારાયણધરા પાસે બે સિંહે એક ગાયનું મારણ કર્યું હતું. રસ્તાની બાજુના ભાગમાં જ સિંહ મારણ કરી મિજબાની માણી રહ્યા હોય મોટી સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થવા લાગ્યા હતા.

વનવિભાગની ટીમે સિંહને જંગલમાં ખસેડ્યા
વનવિભાગની ટીમે સિંહને જંગલમાં ખસેડ્યા

ઘટનાની જાણ થતા વનવિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને લોકોને રસ્તા પરથી દૂર કર્યા હતા. વનવિભાગની ટીમે સિંહને અહીંથી જંગલમાં ખસેડ્યા હતા.

મહત્વનું છે કે, જૂનાગઢ શહેરમાં થોડા દિવસ પહેલા પણ સિંહ એક હોટલ અને સોસાયટીની અંદર પહોંચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો