શેરીમાં સિંહણ:તાલાલાના આંબળાશા ગામમાં ઘૂસી આવેલી સિંહણે ગાયનો શિકાર કર્યો, ઘટના CCTVમાં કેદ થઈ

ગીર સોમનાથ6 મહિનો પહેલા
  • ગામમાં સિંહણ આવી પહોંચતા અન્ય પશુઓમાં દોડધામ મચી

ગીર સોમનાથના તાલાલા ગીર તાલુકાના આંબળાશ ગામની વચ્ચે એક શેરીમાં રાત્રીના સમયે ચડી આવેલી સિંહણે અબોલ પશુનો શિકાર કર્યાના સીસીટીવી વીડિયો વાઈરલ થયો છે. આ વાઈરલ સીસીટીવી ગઈકાલના જ હોવાનું સામે આવ્યુ છે. તો રાત્રીના સમયે અચાનક જ શિકારની શોધ ચડી આવેલ સિંહણના લીધે પશુઓમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે.

ગીર જંગલ વિસ્તારમાંથી ખોરાક અને પાણીની શોધમાં છાશવારે સિંહ સહિતના વન્યપ્રાણીઓ માનવ વસાહત વાળા વિસ્તારોમાં આવી ચડતા જોવા મળે છે. જ્યારે સિંહ-સિંહણ કોઈ ગામમાં ખોરાકની શોધમાં આવી ચડે એવા સમયે કોઈ અબોલ પશુઓ મળી જાય તો તેનો શિકાર નિશ્ચિતપણે કરી મિજબાની માણે છે. આવા દ્રશ્યો અનેકવાર ગીર જંગલ બોર્ડરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા છે. દરમ્યાન ગઈકાલે રાત્રીના આવો જ એક રોચક ઘટના ગીર જંગલ નજીક આવેલા તાલાલા ગીર તાલુકાના આંબળાશ ગામે બની હોય જેના સીસીટીવી ફુટેજનો વીડિયો વાઈરલ થયો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલ વીડિયોમાં જોવા મળતા મુજબ ખોરાકની શોધમાં જંગલમાંથી એક સિંહણ આંબળાશ ગીર ગામમાં રાત્રીના સમયે આવી ચડી હતી. ખોરાકની શોધમાં ગામની શેરીઓમાં ફરી રહી હતી. એ દરમિયાન એક શેરીમાં બે જેટલી ગાયો ઉભેલ જોવા મળતા તેની તરફ દોડી જઈ સિંહણે તરાપ મારી હતી. જેમાં એક ગાય સિંહણના હાથમાં આવી જતા તેનો શિકાર કર્યો હતો જ્યારે બીજી ગાય દોડીને ભાગી જતા બચી ગઈ હતી. થોડો સમય ત્યાં ઉભી રહ્યા બાદ સિંહણ પણ ભાગી ગઈ હતી. ગામની વચ્ચો વચ્ચ શેરીમાં સિંહણના શિકારની સમગ્ર ઘટના શેરીના કોર્નર પર એક મકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. હાલ આ સીસીટીવી ફુટેજનો વીડિયો વાઈરલ થયો છે. આ શિકારની ઘટનાથી ગામમાં રખડતા ભટકતા અન્ય પશુઓમાં ભાગદોડ મચી ગયેલ તો ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...